Home /News /entertainment /OMG.. આ વૃદ્ધનાં ગેટઅપમાં છે ‘બિગ બોસ’ની વિનર એક્ટ્રેસ, તમે ઓળખી?
OMG.. આ વૃદ્ધનાં ગેટઅપમાં છે ‘બિગ બોસ’ની વિનર એક્ટ્રેસ, તમે ઓળખી?
દિવ્યા અગ્રવાલની નવી વેબ સિરીઝમાં ન્યૂ લૂક
Celebrities Life: કલાકારોને ઘણી વખત એવા પાત્રમાં ઢળવું પડે છે જે ખરેખર પડકારજનક હોય. લોકોને હસાવવા માટે તેઓ ખૂબ મહેનત કરે છે અને ક્યારેક પોતાનો ચહેરો પણ બદલી નાખે છે જેમાં તેમને ઓળખવું મુશ્કેલ બની જાય છે. તાજેતરમાં આવું બિગ બોસ ઓટીટી વિનર (Bigg Boss OTT Winner) દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) સાથે થયું છે.
બોલિવુડ (Bollywood), ટીવી (TV) અને ઓટીટી (OTT) પર આપણે ઘણાં એવા ચહેરાં જોઈએ છીએ, જેમની અદાકારી સાથે સુંદરતા આપણને મોહિત કરે છે. સેલેબ્સને પોતાના કામ ઉપરાંત ફિગર અને લુક પણ મેઇન્ટેઇન રાખવો પડે છે. કલાકારોને ઘણી વખત શૂટિંગ દરમ્યાન એવા પાત્રમાં ઢળવું પડે છે જે ખરેખર પડકારજનક હોય. લોકોને હસાવવા માટે તેઓ ખૂબ મહેનત કરે છે અને ક્યારેક પોતાનો ચહેરો પણ બદલી નાખે છે જેમાં તેમને ઓળખવું મુશ્કેલ બની જાય છે.
તાજેતરમાં આવું એક અભિનેત્રી સાથે થયું, જેને હવે ઓળખવું મુશ્કેલ બન્યું છે. આ બિગ બોસ વિનર (Bigg Boss Winner)ને ઓળખવું લોકો માટે બહુ મુશ્કેલ છે. પહેલાં તો તે મહિલા છે કે પુરુષ એ ખ્યાલ નથી આવતો અને ઉપરથી એટલી વૃદ્ધ લાગે છે કે તેના આ અંદાજથી લોકો અચંબામાં પડી ગયા છે.
તેણે પોતાને રોલમાં એ રીતે ઢાળી નાખી કે લોકોને થઈ રહ્યું છે કે આ છે કોણ? તાજેતરમાં બિગ બોસ ઓટીટી વિનર દિવ્યા અગરવાલે (Divya Agarwal) પોતાની વેબ સિરીઝ ‘કાર્ટેલ’ (Cartel)નો લુક શેર કર્યો છે, જેને જોઈને સૌ દંગ રહી ગયા છે અને વેબ સિરીઝ વિશે તેમની ઉત્કંઠા જાગી છે.
દિવ્યા અગરવાલે ‘કાર્ટેલ’ના આ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, ‘મારું મૂડ. ‘કાર્ટેલ’ જોયા બાદ. . . કાર્ટેલની સફળતા માટે અલ્ટ બાલાજીની આખી ટીમને શુભેચ્છાઓ આપવાનો મોકો જ નથી મળ્યો. આ આખો શો બહુ જબરદસ્ત છે. એકતા કપૂર મેમ તમારો આભાર મારા પર વિશ્વાસ રાખવા માટે. આ રોલ સિનેમા પ્રત્યે મારું પેશન અને પ્રેમ દર્શાવે છે, અને તમે પહેલાં છો જેણે આ જોયું હતું. કલાકો સુધી મેકઅપ ચેયર પર બેસી રહેવું, મેં પોતાને મારા વધુ સારા વર્ઝન માટે તૈયાર કરી છે. ભગવાનનો આભાર હંમેશા મારા પર આશીર્વાદ રાખવા માટે. #cartel #altbalajioriginal #thankyoupa’
MX player અને Alt Balaji પર એક નવી સિરીઝ રિલીઝ થઈ છે ‘કાર્ટેલ’. આ એક ક્રાઈમ ડ્રામા શો છે જેમાં કુલ 14 એપિસોડ છે. શોની વાર્તા ‘ગોડફાધર’, ‘સ્કારફેસ’, ‘સત્યા’ અને ‘વન્સ અપોન અ ટાઈમ..’ની વાર્તાથી પ્રેરિત લાગે છે. તમને જણાવી દઈએ કે દિવ્યા અગરવાલને તાજેતરમાં જ બિગ બોસ ઓટીટીની વિજેતા જાહેર કરવામાં આવી છે. દિવ્યા હાલ વરુણ સૂદ સાથે રિલેશનશિપમાં છે.