Home /News /entertainment /દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરવાનું મન બનાવી લીધું, નિર્માતાઓ પાસે તગડી ફીની માંગ?

દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરવાનું મન બનાવી લીધું, નિર્માતાઓ પાસે તગડી ફીની માંગ?

દિશા વાકાણી - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. તો જોઈએ દિશા વાકાણીએ નિર્માતા પાસે શું શરતો રાખી?

  મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવો શો છે જે છેલ્લા 13 વર્ષથી નાના પડદાના દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો 2008 માં શરૂ થયો હતો અને તેણે અત્યાર સુધીમાં 3000 થી વધુ એપિસોડ પૂરા કર્યા છે. જ્યારે શોના તમામ પાત્રોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યા છે, ત્યારે જેઠાલાલ (Jethalal) અને દયાબેને (Dayaben) દર્શકોના દિલ અને દિમાગમાં પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે. દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. આવી સ્થિતિમાં દર્શકો તેના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સમયાંતરે તેના પરત ફરવાના અહેવાલો આવતા હતા. જો કે હજુ સુધી તેના પરત ફરવા પર મેકર્સ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

  શોમાં પરત ફરવાની તૈયારી કરી રહી છે દિશા વાકાણી!

  પરંતુ, હવે તાજેતરના અહેવાલો કહે છે કે, દિશા વાકાણી, જે દયાબેનનું પાત્ર ભજવે છે, તે થોડા મહિનાના વિરામ પછી શોમાં પરત ફરવા માટે તૈયાર છે. કહેવાની જરૂર નથી કે, આ અહેવાલોએ ફરી એકવાર ચાહકોને શો વિશે ઉત્સાહિત કર્યા છે. સૂત્રોનો દાવો છે કે, દયાબેને નિર્માતાઓ પાસેથી દરેક એપિસોડ માટે તગડી ફીની માંગણી કરી છે.

  1.5 લાખ ફી માંગી હતી

  રિપોર્ટ્સ અનુસાર, દિશાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડ માટે 1.5 લાખ રૂપિયાની માંગણી કરી છે. આ સિવાય તેની એક શરત પણ છે કે, તે દિવસમાં માત્ર 3 કલાક જ શૂટિંગ કરશે. કારણ કે, તે પોતાના પરિવારને પણ સમય આપવા માંગે છે. જો કે, હજુ સુધી દિશા વાકાણી કે મેકર્સે આ રિપોર્ટ્સ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.

  આ પણ વાંચોશ્વેતા તિવારી વિરુદ્ધ ભોપાલમાં નોંધાઈ ફરિયાદ, ભગવાનના નામ પર વાંધાજનક ટિપ્પણી કરવી ભારે પડી

  તમને જણાવી દઈએ કે, દિશા વાકાણીએ 2004માં હિટ ટીવી શો ખીચડીથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તે ઘણા ગુજરાતી શોમાં જોવા મળી હતી, પરંતુ તેણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેનના પાત્ર દ્વારા દેશભરમાં ઓળખવામાં આવી હતી, જેણે તેણીને લોકપ્રિયતાના શિખરો પર લઈ ગયા હતા.
  Published by:kiran mehta
  First published:

  Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Disha vakani, Tarak Maheta ka Ulta chasma, TMKOC

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन