'તારક મહેતા'માં નહીં જોવા મળે દિશા વાકાણી, આ કારણે છોડી સીરિયલ

શોમાં દયા બેન તરીકે ફેમસ પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં જોવા નહીં મળે

શોમાં દયા બેન તરીકે ફેમસ પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં જોવા નહીં મળે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: ટીવીની લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. શોમાં દયા બેન તરીકે ફેમસ પાત્ર ભજવતી દિશા વાકાણી શોમાં જોવા નહીં મળે. લાંબા સમયથી દિશા શોથી દૂર છે. કહેવામાં આવી રહ્યું હતું કે, તે પાછી ફરશે, પણ હવે નક્કી થઇ ગયું છે કે દિશાએ શો છોડવાનો નિર્ણય કરી લીધો છે.

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દ્વારા દિશાને ઘણી લોકપ્રિયતા મળી છે. પરંતુ દીકરીને જન્મ આપ્યા બાદ દિશા શોથી દૂર હતી. જોકે, પ્રેગ્નેન્સી બાદ તે સીરિયલમાં પરત પણ ફરી હતી, પણ વચ્ચે-વચ્ચે બ્રેક લેતી હતી. બ્રેકને કારણે સીરિયલ પર ઘણી અસર પડી. એક અહેવાલ પ્રમાણે, મેકર્સ અને દિશાએ નક્કી કર્યું છે કે દિશા સીરિયલ છોડશે.

  કહેવાય છે કે, સીરિયલ છોડતા પહેલાં તેના કેટલાક સ્પેશિયલ શોટ શૂટ કરવામાં આવ્યા છે. આ શોટ્સને શોમાં વચ્ચે-વચ્ચે ફિલર તરીકે વાપરવામાં આવશે.

  આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની લીધી તારક મહેતાની ટીમે મુલાકાત, બન્યો ખાસ રેકોર્ડ

  દિશાએ સીરિયલ છોડી તેની પાછળ તેનું અંગત કારણ જવાબદાર હોવાનું કહેવાય છે. દીકરીને જન્મ આપ્યા બાદ તે પરિવારને વધુ સમય આપવા માગે છે. આજ કારણ છે કે દિશા હવે પ્રોફેશનલ લાઇફથી દૂર પર્સનલ લાઇફમાં માતાની જવાબદારી નિભાવશે. દિશા વાકાણીએ સીરિયલ છોડી હોવાની વાત અંગે સ્ટાર કાસ્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કોઇ કમેન્ટ કરવાની ના પાડી દીધી હતી.

  જોકે, દિશા સીરિયલમાં જોવા મળશે કે નહીં તે અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નક્કી મનાય છે કે, હવે દિશા સીરિયલમાં જોવા નહીં મળે.
  Published by:Azhar Patangwala
  First published: