'તારક મહેતા....' માં પરત ફરશે 'દયાબેન'?, શો મેકર્સે કર્યો ખુલાસો

News18 Gujarati
Updated: September 8, 2018, 2:48 PM IST
'તારક મહેતા....' માં પરત ફરશે 'દયાબેન'?, શો મેકર્સે કર્યો ખુલાસો
દિશા વાકાણી કરી શકે શોમાં એન્ટ્રી

ગત વર્ષે દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો તે પછી દિશા શથી દૂર છે

  • Share this:
મુંબઇ: ટીવીની મોસ્ટ કોમેડી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દિશા વાકાણી એટલે કે શોની દયા બહેન છેલ્લા એક વર્ષથી રજાઓ પર છે. ગત વર્ષે દિશાએ દીકરી સ્તુતિને જન્મ આપ્યો તે પછી દિશા શથી દૂર છે. શોનાં મેકર્સ સાથે જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે તેમનું કહેવું હતું કે દિશા શો પર ટૂંક સમયમાં કમબેક કરશે

ત્યારે હાલમાં જ શોનાં પ્રોડ્યુસર અસિત કુમારને ફરી એક વખત દિશાનાં કમબેક અંગે સવાલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે, ''હાં, અમે દિશાની વાપસી માટે તેની સાથે વાત કરી રહ્યા છીએ. જો બધુ ઠીક રહ્યુ તો દિશા આગામી 2 મહિનામાં શોમાં ફરી જોવા મળશે. દિશાની ગેરહાજરીમાં પણ શોને સારી રેટિંગ્સ મળી રહી છે.'' જોકે દિશા વાકાણીને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે કંઇ જવાબ આપ્યો ન હતો.

દિશાએ ગત વર્ષે 30 નવેમ્બરમા દિકરી સ્તૃતિને જન્મ આપ્યો હતો, જે પછી તે બ્રેક પર છે. ઉલ્લેખનીય છે કે, દિશા શોની શરૂઆત થઇ ત્યારથી જ તેનો એક મહત્વનો ભાગ રહી છે. દિશાએ વર્ષ 2015માં મુંબઇના ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ મયૂર પંડ્યાની સાથે લગ્ન કર્યા હતા
First published: September 8, 2018, 2:48 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading