તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah) ના મેકર્સ ઘણીવાર દિશા વાકાણી (Disha Vakani) ને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરે છે. અવારનવાર આને લગતા સમાચારો પણ આવે છે, હવે ફરી એકવાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિશા આ કોમેડી શોમાં જલ્દી પરત આવી શકે છે
Taarak Mehta Ka Ooltah Chashmah : 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દિશા વાકાણી (Disha Vakani) વિશે એક સારા સમાચાર આવી રહ્યા છે. લાંબા સમયથી શોથી દૂર રહેલી અભિનેત્રી વિશે સારા સમાચાર છે. આ પ્રખ્યાત કોમેડી શોના દર્શકો તેને ખૂબ જ મિસ કરી રહ્યા છે. જો કે શોના તમામ પાત્રો દર્શકોનું જબરદસ્ત મનોરંજન કરે છે, પરંતુ દિશાના ગયા પછી પણ તેને મીસ કરે છે. ઘણી વખત દિશાના વાપસીના અહેવાલો સામે આવ્યા છે. આ વખતે હવે આ શરતો છે.
દિશા વાકાણીનું 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું પ્રખ્યાત પાત્ર દયા ભાભી (Dayabhabhi) એટલે કે ટપ્પુ (Tappu) ની માતા શોમાં વાપસીને લઈને ફરી ચર્ચામાં છે. જો કે દિશા વર્ષ 2017 થી શોથી દૂર છે પરંતુ દર્શકો આજે પણ તેને ભૂલ્યા નથી. દયા ભાભીનું પાત્ર ભજવતી દિશાએ એવી ફ્રેમ બનાવી છે કે, નિર્માતાઓ આજ સુધી તેનું રિપ્લેસમેન્ટ કરી શક્યા નથી.
દિશા વાકાણી માટે શોમાં પરત ફરવા માટે 3 શરતો
મેકર્સ ઘણીવાર દિશા વાકાણીને શોમાં પાછા લાવવાનો પ્રયાસ કરે છે. અવારનવાર આને લગતા સમાચારો પણ આવે છે, હવે ફરી એકવાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિશા આ કોમેડી શોમાં જલ્દી પરત આવી શકે છે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો દિશા વાકાણી શોમાં પરત ફરવા માટે તૈયાર છે પરંતુ મેકર્સે તેમની 3 શરતો સ્વીકારવી પડશે.
દિશાના પતિએ શરતો જણાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીના પતિની પહેલી શરત એ છે કે, તે દિવસમાં માત્ર 3-4 કલાક જ કામ કરશે. આ માટે પ્રતિ એપિસોડની ફી 1.5 લાખ રૂપિયા જોઈએ. આ સિવાય સૌથી મોટી અને ત્રીજી મહત્વની શરત એ છે કે, દિશાના બાળક માટે સેટ પર કોઈ ખાસ જગ્યા અને વ્યવસ્થા હોવી જોઈએ.
જોકે, મેકર્સ આ શરતો પૂરી કરવામાં સક્ષમ છે કે કેમ, તે તો સમય જ કહેશે, પરંતુ દિશાના ચાહકોને આશા છે કે, કદાચ આગામી એપિસોડમાં ફરી એકવાર દયા ભાભીની ફની કોમેડી જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર