Home /News /entertainment /TMKOC : 'તારક મહેતા'માં પરત ફરવા દિશા વાકાણીના પતિએ મૂકી આ 3 શરતો, શું શૉમાં ફરી જોવા મળશે દયાબેન?
TMKOC : 'તારક મહેતા'માં પરત ફરવા દિશા વાકાણીના પતિએ મૂકી આ 3 શરતો, શું શૉમાં ફરી જોવા મળશે દયાબેન?
દિશા પાંચ વર્ષ પછી સિરિયલમાં પાછી ફરશે?
Disha Vakani Comeback in Taarak Mehta Ka Ooltah Chashmah: એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિશા વાકાણીના સીરિયલમાં પરત ન ફરવાના કારણે તેની ટીઆરપી પર પણ અસર પડી હતી. તેવામાં સીરિયલના મેકર્સે પણ એક્ટ્રેસને પરત લાવવાના તમામ પ્રયાસો કર્યા હતાં પરંતુ તેમને સફળતા ન મળી.
Disha Vakani in Taarak Mehta Ka Ooltah Chashmah: હાલમાં જ કોમેડી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા એક્ટર દિલીપ જોશીએ (Dilip Joshi) કહ્યું હતું કે, તે તેની ઓનસ્ક્રીન પત્ની દયા બેન એટલે કે દિશા વાકાણીને (Disha Vakani) મિસ કરી રહ્યાં છે.
હકીકતમાં, વર્ષ 2008થી પ્રસારિત થઇ રહેલી આ કોમેડી ટીવી સિરિયલમાં દિશા વાકાણીએ દયા બેનનું પાત્ર ભજવીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. દિલીપ જોશી અને દિશા વાકાણીની ઓનસ્ક્રીન બોન્ડિંગ પણ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. જોકે, વર્ષ 2017માં મેટરનિટી લીવ પર ગયેલી દિશા આ પછી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પાછી ફરી નથી.
કહેવાય છે કે દિશા વાકાણીના સીરિયલમાં પાછી ન આવવાને કારણે તેની ટીઆરપી પર પણ અસર પડી હતી. તે જ સમયે, સીરિયલના મેકર્સે પણ એક્ટ્રેસને પરત લાવવા માટે ઘણા પ્રયાસ કર્યા પરંતુ સફળતા ન મળી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સિરિયલના મેકર્સ અસિત મોદીએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો દિશા પાછી નહીં આવે તો તે નવી દયા બેન સાથે સિરિયલને આગળ વધારશે. જોકે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દર્શકો હજુ પણ એ વાતની રાહ જોઈ રહ્યા છે કે દિશા પાંચ વર્ષ પછી ક્યારે સિરિયલમાં પાછી ફરશે?
દિશા વાકાણીના કમબેક પર અસિત મોદીએ શું કહ્યું
થોડા મહિના પહેલા, મેકર્સે એક પ્રોમોમાં દયાબેનની વાપસીની ઝલક પણ બતાવી હતી, જેને જોઇને લોકો એક્સાઇટેડ થઇ ગયા હતા. પરંતુ હજુ સુધી ન તો દયાબેન પાછા આવ્યા છે કે ન તો આ કેરેક્ટર અને એક્ટ્રેસ દિશા વાકાણી પરત ફરશે કે નહીં તે અંગે કોઈ સમાચાર છે. પરંતુ હવે આસિત મોદીએ આખરે દિશા વાકાણી અને દયાબેન પર મૌન તોડ્યું છે.
અસિત મોદીએ કહ્યું, 'આનો જવાબ આપવો થોડો મુશ્કેલ છે. આપણે બધાએ પહેલેથી જ મન બનાવી લીધું છે કે જો જૂની દયા ભાભી એટલે કે દિશા વાકાણી આવે, આપણી તો ઘણી ઈચ્છા છે. હું માત્ર ભગવાનને પ્રાર્થના કરું છું કે તે આ શોમાં આ કેરેક્ટર કરવા માટે પાછી આવે.
હવે તેની પાસે પારિવારિક જીવન છે અને તે તેના પારિવારિક જીવનને પ્રાથમિકતા આપી રહી છે તેથી તેનું આવવું થોડું મુશ્કેલ છે. પણ હવે ટપ્પુ આવી ગયો છે તો નવી દયા ભાભી પણ જલ્દી આવશે. દયા ભાભીના એ જ ગરબા, દાંડિયા તમામ ગોકુલ સોસાયટીમાં શરૂ થશે. થોડો સમય રાહ જુઓ.
શું આ ત્રણ શરતો પૂરી થતાં જ દિશા શોમાં પરત ફરશે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાની 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પરત ફરવા માટે એક્ટ્રેસના પતિએ કેટલીક શરતો રાખી હતી. આમાં પહેલી શરત એ હતી કે દિશાને દર એપિસોડ માટે 1.5 લાખ રૂપિયા મળવા જોઈએ. બીજી શરત એ હતી કે દિશા દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે કારણ કે તેણે તેના બાળકનું પણ ધ્યાન રાખવું પડશે. ત્રીજી શરત એ હતી કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના સેટ પર એક નર્સરી બનાવવામાં આવે જ્યાં દિશાનું બાળક તેની નેની સાથે રહી શકે. જોકે હવે જોવાનું એ રહેશે કે દિશા આ સિરિયલમાં ક્યારેય પાછી આવે છે કે નહીં.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર