મુંબઇ: તારક મેહતા કા ઉલટા ચશમાની એક્ટ્રેસ દયા ભાભી એટલે કે દિશા વાકાણીએ દીકરીને જન્મ આપ્યો છે. આ દિશા અને તેનાં ચાર્ટર્ડ અકાઉન્ટંટ પતિ મયૂર પંડ્યાનું પહેલું સંતાન છે. વર્ષ 2015માં દિશા અને મયુરે લગ્ન કર્યા હતાં.
દિશાનાં પરિવારની માનીયે તો, દિશાની ડિલિવરી ડેટ ડિસેમ્બરનાં ત્રીજા અઠવાડિયામાં હતી. પણ ગત સવારે જ તેણે બાળકીને જન્મ આપી દીધો. હાલમાં બાળક અને માતા બંનેની તબિયત સારી છે. અને તેમને હોસ્પિટલમાંથી ડિસચાર્જ પણ કરી દેવામાં આવ્યાં છે. હાલમાં દિશા તેની બાળકી સાથે જ સમય વિતાવશે. તે ક્યારે શોમાં પરત ફરશે તે નક્કી નથી.
આ પહેલાં દિશાનાં ખોળાની તસવીરો વાઇરલ થઇ હતી. જેમાં શોનાં અન્ય પાત્રો પણ તેનાં ખોળામાં આવ્યા હતાં. જેમાં ઓનસ્ક્રીન તેનાં દીકરાનો રોલ કરનારો ભવ્ય ગાંધી પણ આવ્યો હતો. અને તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર