ભારતીય ટેલીવિઝન ઈન્ડસ્ટ્રીના સૌથી લાંબા ચાલેલા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 15 વર્ષથી લોકોનું મનોરંજન કરવામાં સફળ રહ્યો છે. શો માં ઘણા ઉત્તમ કલાકારો છે. જે પોતાની યુવાનીમાં કામ શરૂ કરી અને પછી કોઈને કોઈ રીતે આ શો સાથે જોડાયા છે. પછી એ જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલિપ જોશી હોય કે બબીતાજી નું પાત્ર ભજવનાર મુનમૂન દત્તા. કે પછી દયાનું પાત્ર ભજવનાર દિશા વાંકાણી. લોકોએ આ શો અને તેના કલાકારોને ખૂબ પ્રેમ કરે છે.
આ શોમાં લોકોએ ઘણા ફેરફારો જોયા છે. દિલિપ જોશી, અને મુનમૂન દત્તા હજુ સુધી પણ શોમાં ટકી રહ્યા છે. દયાબેન તરીકે જાણીતા દિશા વકાણી શો છોડી ચૂક્યા છે. મેકર્સ દ્વારા તેઓને પાછા લાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ તેઓના ફેમિલીના કારણે તેમણે શો થી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. આ સિવાય ઘણા કલાકારોને આ શોથી પોપ્યુલારિટી મળી છે પણ શું તમને ખબર છે કે આ લોકો એવી જગ્યાએથી કામ કરી કરીને આગળ વધ્યા છે કે એક સમયે તેઓને કોઈ ઓળખતું પણ નહોતુ.
તમને જાણીને નવાઈ લાગશે કે દિશા વાકાની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો પહેલા નાના મોટા રોલ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમણે વેન્સડે, જોધા અકબર, લવ સ્ટોરી 2050 સહિતની ફિલ્મોમાં પણ નાના નાના રોલ કર્યા છે. પરંતુ આ રોલથી તેઓને કોઈ પોપ્યુલારીટી મળી નહોતી. ફિલ્મોમાં તેઓ દાસી, નોકરાણી, ગરીબ વિધવા જેવા સાઈડ કેરેક્ટર્સ પણ કરી ચૂક્યા છે.
બોલ્ડ અને ઇંટિમેટ સીન
એટલું જ નહીં દિશા વાકાણી એટલે કે દયાબેન તો પોતાના કરિયરની શરૂઆતમાં સી ગ્રેડની ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં તો તેઓ તમને સાડી અને ચણિયાચોલી એવા પરિધાનોમાં જ જોવા મળ્યા હશે. પણ એક સી ગ્રેડની ફિલ્મોમાં તેમણે ઘણા ઇંટિમેટ સિન્સ પણ આપ્યા હતા. આ ફિલ્મનું નામ હતુ, ' કમસીન- ધ અનટચ્ડ.' આ ફિલ્મ 1997 ના વર્ષમાં આવી હતી.
ફિલ્મોમાં ભલે તેઓને ખાસ ઓળખ ન મળી કે નામ કમાવા ન મળ્યું પણ તેઓ આ સિરિયલથી લોકોના ઘરે ઘરે પહોંચી ગયા. તેઓ નાના મોટા કામ કરતાં રહ્યા હતા અને 2008 સુધીમાં તેઓને આ સિરિયલમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. ત્યાર પછી 2017માં શો છોડી દીધા પછી પાન લોકોએ તેઓને ઘણા પસંદ કર્યા હતા અને આજે પણ ફેન્સ એટલે જ જોરદાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર