સબ ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાભાભીના ફેન્સ માટે સારા સમાચાર છે. ચર્ચા ચાલી રહી છે કે દિશા વાકાણી શોમાં પાછી ફરી શકે છે.
એક એન્ટરટેન્મેન્ટ વેબસાઈટ પ્રમાણે, 'દિશા લાંબા સમયથી મેટરનિટી લીવ પર હતી, પણ હવે તે શોમાં આવવા માટે એકદમ તૈયાર છે.' મેકર્સ શોમાં નવો ટ્રેક લાવી રહ્યાં છે. દયા અને જેઠાલાલ પોતાની જૂની યાદોને તાજા કરતાં દેખાશે. તે પોતાના બાળપણ અને પહેલાના દિવસોની મસ્તીને યાદ કરશે.
દિશા પર ફિલ્માયેલ સિન્સની શૂટિંગ થઈ ગઈ છે. જેની ફૂટેજ મેકર્સ આવનારા એપિસોડમાં બતાવી શકે છે. પહેલા મીડિયામાં એવા સમાચારો ફરતાં થયા હતાં કે દયાબેન શોને અલવિદા કહી શકે છે અને તેની જગ્યાએ ગોપી વહૂ લઈ શકે છે. પછી સમાચાર આવ્યાં કે તેની દીકરી નાની છે એટલે મેકર્સ પાસે તેણે વધારે સમય માંગ્યો હતો.
દર્શકોને ગમે છે તેના ગરબા
દયાબેનનાં બોલવા અને હસવાનો અંદાજ તેનાં ચાહકો પસંદ કરતા હતાં. શોમાં કોઇપણ સ્ટાર આવે તો તે દિશા સાથે ગરબા જરૂરથી ગાતુ હતું. દિશાનો હૈ મા માતાજી.. વાળો ડાઇલોગ હોય કે પછી તેની માતા સાથે ફોન પર પતિનાં નામ પાડવાની આદત હોય તેની ઝીણી ઝીણી વાત દર્શકોને પસંદ આવતી હતી
વર્ષ 2008થી કરે છે ‘તારક મહેતા.. શો’
દિશા વર્ષ 2008થી સતત ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં કામ કરી રહી હતી. તેનો જન્મ 17 સેપ્ટેમ્બર, 1978નાં રોજ અમદાવાદમાં થોય હતો. દિશાએ તારક મહેતા ઉપરાંત વર્ષ 2004માં ખિચડી અને વર્ષ 2005માં ઇન્સ્ટંટ ખિચડી શોમાં કામ કર્યુ હતું તે જોધા અકબર ફિલ્મમાં પણ કામ કરી ચૂકી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર