Home /News /entertainment /નવા બોયફ્રેન્ડ સાથે દિશા પટણી થઇ રોમેન્ટિક, ફોટોઝ જોઇને ટાઇગર શ્રોફની બહેને માર્યો જોરદાર ટોણો
નવા બોયફ્રેન્ડ સાથે દિશા પટણી થઇ રોમેન્ટિક, ફોટોઝ જોઇને ટાઇગર શ્રોફની બહેને માર્યો જોરદાર ટોણો
દિશા અને તેના નવા બોયફ્રેન્ડની વધતી નિકટતા કૃષ્ણાને ખટકી
Disha Patani(Paatni): દિશા પટણીના બોયફ્રેન્ડ એલેક્ઝેંડરે દિશા અને તેના રોમેન્ટિક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિશા અને એલેક્ઝેંડરના આ રોમેન્ટિક ફોટોઝ ટાઇગર શ્રોફની બહેનને કંઇ વધારે પસંદ ન આવી હોય તેવું લાગી રહ્યું છે. એક સમયે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ દિશાને ભાભી કહીને બોલાવતી હતી. આ જ કારણ છે કે દિશા અને તેના નવા બોયફ્રેન્ડની વધતી નિકટતા તેને ખાસ પસંદ નથી આવી રહી અને તેણે દિશાની પોસ્ટ પર એવી કોમેન્ટ કરી નાંખી, જેને વાંચીને કોઇપણ દંગ રહી જાય.
Disha Patani : જ્યારથી દિશા પટણીએ ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ કર્યું છે ત્યારથી તેનું નામ એલેક્ઝેંડર સાથે જોડાઈ ગયું છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે દિશા અને ટાઈગર શ્રોફના બ્રેકઅપનું કારણ એલેક્ઝેંડર છે. એલેક્ઝેંડર અને દિશાની વધતી જતી નિકટતાને કારણે ટાઈગર શ્રોફ અને દિશા પટણી અલગ થઈ ગયા હતા. જો કે, ટાઇગર શ્રોફ સાથેના તેના બ્રેકઅપ પછી, દિશા પટણી ઘણીવાર તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝેંડર સાથે જોવા મળે છે.
દિશા પટણી પણ અવારનવાર તેના બોયફ્રેન્ડ એલેક્ઝેંડર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. દિશા પટણીની આ વાત ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફને પસંદ નથી આવી. એક સમયે ક્રિષ્ના દિશાને ભાભી કહીને બોલાવતી હતી અને હવે તેને તેના ભાઈ ટાઈગરને બદલે દિશા સાથે બીજા કોઈને જોવો તેને પસંદ નથી લાગતો. આ જ કારણ છે કે ક્રિષ્ના શ્રોફે દિશા પટણી અને તેના રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્ઝેંડરના ફોટો પર કમેન્ટ કરી, જેને વાંચીને સરળતાથી સમજી શકાય છે કે આખરે મામલો શું છે.
દિશાની આ તસવીરો પર કોમેન્ટ કરતા દિશા પટણીના એક્સ બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફની(Tiger Shroff) બહેન કૃષ્ણા શ્રોફે(Krishna Shroff) લખ્યું, 'હું જોવા માંગુ છું કે લોકો આ તસવીરો પર શું લખશે?' એવું લાગે છે કે ટાઇગરની બહેન ક્રિષ્ના શ્રોફને દિશા અને તેના નવા બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડરની (aleksandar alex ilic age)નિકટતા પસંદ નથી આવી રહી.
ફેન્સ સતત કરી રહ્યા છે કોમેન્ટ
દિશા પટણી (Disha Paatni) અને એલેક્ઝેંડર (aleksandar alex ilic) ના ફોટો પર ફેન્સ તરફથી સતત કોમેન્ટ આવી રહી છે. કેટલાક આ બંનેના ફોટા પર હાર્ટ ઇમોજી મોકલી રહ્યાં છે તો કેટલાક તેમની જોડીને કપલ ઇમોજી મોકલીને કોમેન્ટ કરી રહ્યાં છે.
દિશા પટણી અને તેના નવા બોયફ્રેન્ડ એલેક્ઝેંડરને (aleksandar alex ilic instagram) હવે કોઈની કોમેન્ટની પરવા કરતા નથી. કારણ કે ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફની કોમેન્ટ પર ખાસ કરીને દિશા પટણી તરફથી કોઈ કોમેન્ટ આવી નથી. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે દિશા તેના જીવનમાં આગળ વધી ગઈ છે અને હવે તેને કોઈની કોમેન્ટની પરવા નથી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર