Home /News /entertainment /Disha Patani:દિશા પટણીએ નવા બોયફ્રેન્ડ સાથે લીધી એવી ગજબ મિરર સેલ્ફી, જોતજોતામાં વાયરલ થઇ ગઇ પોસ્ટ

Disha Patani:દિશા પટણીએ નવા બોયફ્રેન્ડ સાથે લીધી એવી ગજબ મિરર સેલ્ફી, જોતજોતામાં વાયરલ થઇ ગઇ પોસ્ટ

દિશા પટણી પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં છે

Disha Patani Boyfriend:દિશા પટણી (Disha Patani) હંમેશા પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહી છે.

  Disha Patani Boyfriend: દિશા પટણી (Disha Patani) હંમેશા પોતાની ડેટિંગ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. લાંબા સમયથી તેના અને ટાઇગર શ્રોફના (Tiger Shroff) કથિત બ્રેકઅપની ખબરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહી હતી. હવે તેવા રિપોર્ટ્સ સામે આવી રહ્યાં છે કે તે એલેક્ઝેંડર એલેક્સ એલિક (Aleksandar Alex Ilic) નામના મોડેલ સાથે રિલેશનશિપમાં છે.

  મલંગ ફેમ એક્ટ્રેસ ઘણીવાર એલેક્ઝેન્ડર સાથે ફરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની તસવીરો વાયરલ થતી રહે છે. બંને તાજેતરમાં મુંબઈમાં જોવા મળ્યા હતા. પછી એ જ રાત્રે એલેક્સે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર દિશા સાથેની મિરર સેલ્ફી અપલોડ કરી.

  આ પણ વાંચો :  ફિલ્મ સ્ટારનાં 75 વર્ષીય પિતા સાથે નગ્ન વિડીયો કોલ! સેક્સટોર્શન કરીને 89000નો ચૂનો લગાવ્યો

  દિશા પટણીની રૂમર્ડ બોયફ્રેન્ડ સાથેની તસવીરો વાયરલ


  આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, ત્યારબાદ બંને વચ્ચેના કથિત રિલેશનશિપની અફવાઓ પણ તેજ થઈ ગઈ છે. તસવીરોમાં, બાગી 2 ફેમ એક્ટ્રેસ વ્હાઇટ ટાઈ ટોપ અને પિંક સ્કેટર સ્કર્ટમાં જોઈ શકાય છે જ્યારે એલેક્ઝાંડર કેઝ્યુઅલમાં હેન્ડસમ લાગી રહ્યો છે.
  આ તસવીરો અપલોડ કરતી વખતે એલેક્સે કેપ્શનમાં લખ્યું- 'ઓહ, શું તે બાર્બી છે?' તેણે આ પોસ્ટ કરતાની સાથે જ તે વાયરલ થઈ ગઈ છે. લોકો પોસ્ટ પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

  આ પણ વાંચો :  રડતાં રડતાં ઘર છોડ્યું, બહેન સાથ બર્ગર ખાધું; સાજિદ ખાન 'બિગ બોસ 16'માંથી પોતાની ઈમેજને પોલીશ કરીને બહાર આવ્યો હતો

  તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એલેક્ઝાન્ડરે દિશા સાથે કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પછી ફેન્સ સવાલ ઉઠાવવાનું શરૂ કર્યું હતું કે શું બંનેએ તેમના રિલેશનને ઓફિશિયલ કરી દીધા છે. આ તસવીરોમાં દિશા બ્લેક ડ્રેસમાં લેસી ડિટેલિંગ અને પ્લંગિંગ નેકલાઇન સાથે જોવા મળી હતી. બીજી તરફ એલેક્ઝાન્ડર એલેક્સ ઈલિક બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું હતું કે બંને કદાચ કેન્ડલલાઈટ ડિનર માટે કોઈ રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા.

  એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક કોણ છે?


  રિપોર્ટ્સ અનુસાર, દિશાનો કથિત બોયફ્રેન્ડ એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સર્બિયાનો છે અને છેલ્લા કેટલાક સમયથી ભારતમાં રહે છે. એલેક્સ એક મોડલ છે અને દિશા જેવી જ ટેલેન્ટ એજન્સી સાથે સંકળાયેલ છે. એવા રિપોર્ટ પણ છે કે બંને તેમના મોડલિંગના દિવસોમાં ફ્લેટમેટ હતા. કથિત રીતે તેઓ 2015માં સાથે રહેવા ગયા હતા.  વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી હવે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'યોદ્ધા'માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ કરણ જોહર દ્વારા ધર્મા પ્રોડક્શન હેઠળ કરવામાં આવ્યું છે અને સાગર અંબ્રે અને પુષ્કર ઓઝા દ્વારા નિર્દેશિત છે.
  Published by:Bansari Gohel
  First published:

  Tags: Disha patani, Disha Patani Bold Photos, Disha patani hot photos, Disha Patani Instagram

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन