Home /News /entertainment /Tiger Shroff Birthday: દિશા પટનીને આવી એક્સ બોયફ્રેન્ડની યાદ, બર્થ ડે પર શેર કર્યો ટાઇગરનો આ ખાસ ફોટો
Tiger Shroff Birthday: દિશા પટનીને આવી એક્સ બોયફ્રેન્ડની યાદ, બર્થ ડે પર શેર કર્યો ટાઇગરનો આ ખાસ ફોટો
દિશા પટની અને ટાઈગર શ્રોફનું થોડા મહિના પહેલા જ બ્રેકઅપ થયું હતું.
દિશા પટનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટાઇગરનો એક ક્યૂટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ટાઇગર પ્રિન્ટેડ સ્કાર્ફ પહેરેલો નજરે પડી રહ્યો છે. દિશા પટનીની આ પોસ્ટ જોઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
Tiger Shroff Birthday: બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ (Tiger Shroff)નો આજે 33મો જન્મદિવસ છે. આ માટે એક્ટરના ફેન્સની સાથે સેલિબ્રિટીઓ પણ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે ટાઈગરની એક્સ ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ દિશા પટની (Disha Patani)એ પણ ખૂબ જ ક્યૂટ અંદાજમાં ટાઈગરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
દિશા પટનીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટાઇગરનો એક ક્યૂટ ફોટો શેર કર્યો છે, જેમાં તે ટાઇગર પ્રિન્ટેડ સ્કાર્ફ પહેરેલો નજરે પડી રહ્યો છે. આ તસવીર પોસ્ટ કરતા દિશા પટનીએ કેપ્શનમાં લખ્યું, "હેપ્પી બર્થડે ટિગ્ગી. હંમેશા સૌથી ખુબસુરત રહો અને પોતાને મોટિવેટ કરતા રહો." દિશા પટનીની આ પોસ્ટ જોઈને દરેકને આશ્ચર્ય થઈ રહ્યું છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દિશા પટની અને ટાઈગર શ્રોફનું થોડા મહિના પહેલા જ બ્રેકઅપ થયું હતું. બંને લગભગ 6 વર્ષ સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. આ દરમિયાન દિશા અને ટાઈગર લિવ-ઈનમાં પણ રહ્યા હતા. દિશા પટની અને ટાઈગર શ્રોફના બ્રેકઅપના સમાચાર સામે આવ્યા બાદ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે તેમના ફેન્સનુ માનવુ હતું ક બંને ફરીથી સાથે જોવા મળશે, પરંતુ પરંતુ એવું થયું નહીં.
આ કારણે થયું હતું દિશા અને ટાઈગરનુ બ્રેકઅપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા પટની ટાઈગર શ્રોફ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ ટાઈગર કોઈપણ કમિટમેન્ટ આપવા માટે તૈયાર ન હતો. તેમ છતાં દિશા વારંવાર ટાઇગર પર તેની સાથે લગ્ન કરવા માટેનુ દબાણ કરતી હતી, જેના કારણે તેમના સંબંધોમાં કડવાશ આવી હતી અને બંને અલગ થઈ ગયા. જણાવી દઈએ કે અત્યાર સુધી દિશા કે ટાઈગર બંનેમાંથી કોઈએ પણ પોતાના બ્રેકઅપના સમાચાર પર કોઈ નિવેદન આપ્યું નથી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટણી છેલ્લે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળી હતી. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. હવે દિશા 'યોદ્ધા' અને 'શિવા' જેવી ફિલ્મોમાં નજરે પડશે. તો બીજી તરફ ટાઈગર શ્રોફ 'ગણપત' અને 'બડે મિયાં છોટે મિયાં' ફિલ્મમાં અભિનય કરતો દેખાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર