Home /News /entertainment /

દિશા પટનીએ બિયોન્સને આપ્યું ટ્રિબ્યૂટ, વીડિયો વાયરલ

દિશા પટનીએ બિયોન્સને આપ્યું ટ્રિબ્યૂટ, વીડિયો વાયરલ

    બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની જેટલી પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં નથી રહી, તેટલી ચર્ચા એક ડાન્સને લઈને થઈ રહી છે. આ વીડિયોમાં દિશાએ હોલિવૂડ સેસેંશન બિયોન્સને ટ્રિબ્યૂટ આપ્યું છે. દિશા બિયોન્સેના ફેમસ સોંગ Beychella પર ડાન્સ કરી રહી છે. ઈન્ટાગ્રામ પર શેર કરેલા આ વીડિયોને 23 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે.

    દિશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક સારી ડાન્સર માંથી એક છે. પોતાની ઘણી ફિલ્મોના સોંગ પર તે પોતાનું શાનદાર પરફોર્મન્સ આપી ચુકી છે. દિશા બિયોન્સેને પોતાની આઈડલ માને છે અને આ વીડિયોમાં તે તેના ડાન્સ સ્ટેપ્સને ફોલો કરતી નજર આવી રહી છે. આ વીડિયોની સાથે દિશાએ કેપ્શન લખ્યું છે કે તે લાંબા સમયથી પોતાના આઈડિયલ બિયોન્સેને ટ્રિબ્યૂટ આપવા માગતી હતી.



    કરિયરની વાત કરીએ તો હાલમાં દિશા, ટાઈગર શ્રોફની સાથે બાગી 2માં જોવા મળી હતી. દિશાની અપકમિંગ ફિલ્મ ભારત હશે. જેમાં તે સલમાન ખાન સાથે જોવા મળશે.
    Published by:Nisha Kachhadiya
    First published:

    Tags: Disha patani, Tribute, Video, Viral

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन