દિશા પટનીએ પરફેક્ટ 'Backflip'થી સૌ કોઇને ચૌકાવી દીધા, વારંવાર જોવાઇ રહ્યો છે આ VIDEO
દિશા પટનીએ પરફેક્ટ 'Backflip'થી સૌ કોઇને ચૌકાવી દીધા, વારંવાર જોવાઇ રહ્યો છે આ VIDEO
(PHOTO: Instagram/dishapatani)
દિશા પટની (Disha Patani)એ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ (Disha Patani Video) કર્યો છે. જેમાં તેનું ટોન્ડ બોડી જોવા મળી રહ્યું છે. એક્ટ્રેસની કલાબાજીથી સૌ કોઇ આશ્ચર્યમાં આવી ગયા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ દિશા પટની (Disha patani) ઘણી વખત તેની બિકિની તસવીરો અને વીડિયો શેર કરતી રહેતી હોય છે. તે તેની ટોન્ડ બોડી જાહેરમાં ફ્લોન્ટ કરવામાં ક્યારેય ખચકાતી નથી. તેની ફિટનેસથી તે ઘણી એક્ટ્રેસને માત આપે છે. તે પોતાની બોડીને શેપમાં રાખવાં ઘણી મહેનત કરે છે. એક્ટ્રેસનો લેટેસ્ટ વીડિયો (Disha Patani Video) આ વાતનો પૂરાવો છે. વીડિયોમાં તે તેની એથલેટિક બોડી દેખાડે છે.
દિશાએ સોમવારે (19 જૂલાઇ)નાં તેનો ઇન્સ્ટાગ્રામ (Disha Patani Instagram) પર બેકફ્લિપ કરતો એક વીડિયો શેર કર્યો છે વીડિયોમાં આપ જોઇ શકો છો કે, દિશા પહેલાં મેટની રેક પર તે ચઢે છે અને પછી તે પરફેક્ટ બેકફ્લિપ કરતી નજર આવે છે. જે બાદ તેનાં ચહેરા પર પરની ખુશી કેમેરામાં દેખાઇ રહી છે. એક્ટ્રેસ તેની મનમોહક મુસ્કાનથી ફેન્સનાં દિવાના બનાવી રહી છે.
વીડિયોમાં તે તેનાં હાથથી જીતની સાઇન કરતી દેખાય છે અને તે બાદ દિલની સાઇન બનાવે છે. બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે અને દિશા કાળા રંગની ટી-શર્ટ સાથે મેચિંગ બાસ્કેટબોલ શોર્ટ્સ પહેરેલી નજર આવે છે. એક્ટ્રેસનો વીડિયોનાં કેપ્શનમાં બેબી ચિક ઇમોજી શેર કરી છે. દિશાનાં વીડિયોની ઉપર સુઝૈન ખાન સહિત ઘણાં સેલિબ્રિટીઝ પ્રભાવિત થયા છે. ફેન્સ પણ દિશાની સ્કિલ્સનાં વખાણ કરી રહ્યાં છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા પટની એક્ટર ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે. જોકે, બંનેએ હજુ સુધી તેમનાં રિલેશનની ઓફિશિયલ જાહેરાત કરી નથી. ખાસ વાત એ છે કે, દિશાએ તેનો 28મો જન્મ દિવસ ટાઇગર શ્રોફ અને તેની બહેન કૃષ્ણા શ્રોફની સાથે ઉજવ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર