Home /News /entertainment /Tiger Shroffથી છેડો ફાડ્યા બાદ Disha Patani આ મિસ્ટ્રી મેન સાથે દખાઈ, વિડીયો જોઈ ચાહકોના જીવ બળી ગયા

Tiger Shroffથી છેડો ફાડ્યા બાદ Disha Patani આ મિસ્ટ્રી મેન સાથે દખાઈ, વિડીયો જોઈ ચાહકોના જીવ બળી ગયા

મિસ્ટ્રી મેન સાથે સ્પોટ થઇ દિશા

દિશા આ યુવાન સાથે મુંબઈની રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર આવી હતી. આ મિસ્ટ્રી મેન કોણ છે તેની માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ દિશાને આ વ્યક્તિ સાથે જોઇને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને ઘણા લોકો ગુસ્સે પણ થયા છે.

    ચાહકો બૉલીવુડની અભિનેત્રી દિશા પટની (Disha Patani)ના અંગત જીવન અંગે જાણવા માંગે છે પણ દિશા પોતાના જીવનને લાઈમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. જોકે, ચાહકોના કારણે તેની રોમેન્ટિક લાઈફ સાથે સંકળાયેલી કોઈને કોઈ અફવા ઊડતી જ રહે છે.

    થોડા સમય પહેલા દિશા પટનીનું અભિનેતા ટાઇગર શ્રોફ (Tiger Shroff) સાથે બ્રેકઅપ થઇ ચૂક્યું હોવાનું અને બંને મૂવ ઓન પણ થઈ ગયા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું હતું. આ દરમિયાન હવે દિશા મિસ્ટ્રી મેન (Disha Patani Date With Mystery Man) સાથે ડેટ પર જતી દેખાઈ તો ઘણા ફેન્સ નિરાશ થયા છે.

    આ પણ વાંચો : ડીપ નેક બ્લાઉઝમાં મૌનીના 'રેડ હૉટ' લુકે મચાવી સનસની, બોલ્ડ અદાઓ પર ફિદા થયા ફેન્સ



    દિશા પટની સાથે મિસ્ટ્રી મેન


    હાલમાં જ દિશા પટણીનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વિડીયોમાં દિશા રેડ કલરનું ક્રોપ ટેન્ક ટોપ અને બ્લુ જીન્સ પહેરેલી જોવા મળી રહી છે. આ આઉટફિટની સાથે તેણે નાનકડું બ્રાઉન પર્સ અને પોતાના આઉટફિટ સાથે બ્લેક એન્ડ વ્હાઇટ શૂઝ પેર કર્યા છે. દિશાના આ વિડીયોમાં એક યુવાન ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહ્યો છે. જે રેસ્ટોરન્ટની અંદર તેની પાછળ જાય છે.

    આ પણ વાંચો :  ખભા પરથી ડ્રેસ ઉતારીને શ્વેતા તિવારીએ કરાવ્યું એવું બોલ્ડ ફોટોશૂટ, આ જગ્યાએ અટકી ફેન્સની નજર

    દિશાનો વિડીયો વાયરલ


    દિશા આ યુવાન સાથે મુંબઈની રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર આવી હતી. આ મિસ્ટ્રી મેન કોણ છે તેની માહિતી હજુ સુધી સામે નથી આવી, પરંતુ દિશાને આ વ્યક્તિ સાથે જોઇને ઘણા લોકો આશ્ચર્યમાં પડી ગયા છે અને ઘણા લોકો ગુસ્સે પણ થયા છે. લોકોને ટાઇગર અને દિશાની જોડી એટલી પસંદ આવી કે બ્રેકઅપની ખબરોએ તેમનું દિલ તોડી નાખ્યું છે. જો કે દિશા કે ટાઇગરે આ અહેવાલોને સમર્થન આપ્યું નથી.


    ચાહકોના દિલ તૂટી ગયા


    દિશા અને ટાઇગરે બંને ડેટ કરી રહ્યા હોવાની વાત ક્યારેય સ્વીકારી નહોતી. એટલે બંનેએ બ્રેકઅપના સમાચાર પર મૌન સેવ્યું છે. દિશા પહેલા ટાઇગર એક્ટ્રેસ અને મોડલ આકાંશા શર્માને ડેટ કરી રહ્યો હોવાના પણ અહેવાલો સામે આવ્યા હતા.
    First published:

    Tags: Bollywood Latest News, Disha patani, Disha Patani Tiger Shroff, Tiger Shroff

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन