Home /News /entertainment /

ઈન્સ્ટાગ્રામ પર દિશા પટણીનો બોલ્ડ અંદાજ, Fans માટે શૅર કર્યા આવા ફોટો

ઈન્સ્ટાગ્રામ પર દિશા પટણીનો બોલ્ડ અંદાજ, Fans માટે શૅર કર્યા આવા ફોટો

દિશાની આ પોસ્ટને થોડાક કલાકમાં જ 10 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

દિશાની આ પોસ્ટને થોડાક કલાકમાં જ 10 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે

    મુંબઈઃ બોલિવૂડ (Bollywood)ની બોલ્ડ એક્ટ્રેસ દિશા પટણી (Disha Patani) પોતાની ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા (Social Media) ઉપર પણ પોતાની બોલ્ડનેસના જલવા દર્શાવતી રહે છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડ તસવીરો એન વીડિયોઝ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર શૅર કરતી રહે છે. લોકો તેના પરફેક્ટ ફિગરથી લઈને તના ડાન્સિંગના પણ જોરદાર પ્રશંસક છે. લૉકડાઉનમાં પણ દિશા પોતાની તસવીરો દ્વારા પોતાના પ્રશંસકોને ખુશ કરતી જોવા મળી રહી છે. હાલમાં જ દિશાએ સ્વિમશૂટમાં પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. આ ફોટો દિશાની ફિલ્મ મલંગ (Malang)નો છે જેમાં તે ઘણી બોલ્ડ અને હૉટ જોવા મળી હતી. આ વર્ષે સીરિઝ થયેલી દિશાની ફિલ્મ મલંગ (Malang) લોકોને ઘણી પસંદ આવી હતી. ફિલ્મમાં દિશાએ પોતાની એક્ટિંગથી દર્શકોને ઘણા ઇમ્પ્રેસ કર્યા હતા.

    દિશાને 34 મિલિયનથી વધુ લોકો ફૉલો કરે છે

    એવામાં હવે દિશાએ પોતાની આ ફિલ્મના સેટથી પોતાનો એક બોલ્ડ એન્ડ હૉટ ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યો છે જેને તેના પ્રશંસકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નોંધનીય છે કે, થોડાક કલાકમાં જ આ ફોટોને 10 લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. દિશાને 34 મિલિયનથી વધુ લોકો ફૉલો કરે છે.








    View this post on Instagram





    #malang❤️


    A post shared by disha patani (paatni) (@dishapatani) on





    થોડા દિવસો પહેલા દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ડૂ યૂ લવ મીની એક વીડિયો શૅર કર્યો હતો જેમાં તે આ ગીત પર શૂટિંગ કરતી જોવા મળી રહી હતી. ગીતમાં દિશાનો અંદાજ અને ડાન્સ ઘણો જબરદસ્ત લાગી રહ્યો છે. જુઓ વીડિયો...








    View this post on Instagram





    #doyouloveme 🌸


    A post shared by disha patani (paatni) (@dishapatani) on





    આ પણ વાંચો, રામાયણના ‘લક્ષ્મણે’ ખોલ્યું રહસ્ય, સીરિયલ માટે મળતી હતી આટલી સેલરી

    હવે દિશાનો જલવો આવનારા સમયમાં સલમાન ખાનની ફિલ્મ રાધેમાં જોવા મળશે. લૉકડાઉનના કારણે આ ફિલ્મનું શૂટિંગ રોકાઈ ગયું છે. આ ફિલ્મ રમજાન ઈદના દિવસે રિલીઝ કરવાનું આયોજન હતું..

    આ પણ વાંચો, દીકરા આર્યનના અપમાનનો બદલો લેવા માટે શાહરૂખે બનાવ્યા હતા 6 Pack Abs!
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Disha patani, Fashion, Lifestyle, Lockdown, StayHome, Viral photo, બોલીવુડ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन