Home /News /entertainment /

દિશા પટનીએ કહ્યું- ‘મને મારી જાતને સ્ક્રીન પર જોવી જરાપણ પસંદ નથી, જ્યારે હું ફિલ્મો જોઉં છું ત્યારે...

દિશા પટનીએ કહ્યું- ‘મને મારી જાતને સ્ક્રીન પર જોવી જરાપણ પસંદ નથી, જ્યારે હું ફિલ્મો જોઉં છું ત્યારે...

દિશા પટનીને પોતાની જાતને સ્ક્રીન પર જોવી નથી ગમતી.

દિશા પટની હાલ ‘એક વિલન રિટર્ન્સ’(Ek Villain Returns)ને લઈને ઘણી ઉત્સાહિત છે. ફેન્સ પણ તેને લાંબા સમય પછી મોડા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે. જો કે, દિશાને સ્ક્રીન પર પોતાની જાતને જોવી જરાપણ ગમતી નથી, આ જાણીને તમને પણ આશ્ચર્ય થયું હશે, પરંતુ જાતે દિશાએ આ વિશે ખુલાસો કર્યો છે

વધુ જુઓ ...
    દિશા પટની હાલ ‘એક વિલન રિટર્ન્સ’(Ek Villain Returns)ને લઈને ઘણી ઉત્સાહિત છે. ફેન્સ પણ તેને લાંબા સમય પછી મોડા પડદા પર જોવા માટે રાહ જોઈ રહ્યા છે. જો કે, દિશાને સ્ક્રીન પર પોતાની જાતને જોવી જરાપણ ગમતી નથી, આ જાણીને તમને પણ આશ્ચર્ય થયું હશે, પરંતુ જાતે દિશાએ આ વિશે ખુલાસો કર્યો છે.

    તાજેતરમાં એક વિલન રિટર્નસના પ્રમોશન દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો જેના જવાબમાં દિશાએ કહ્યું કે, તેણે પોતાની જાતને સ્ક્રીન પર જોવી નથી ગમતી. તેના અનુસાર, જ્યારે પણ હું મારી ફિલ્મો જોઉં છું, ત્યારે અડધો સમય હું આંખો બંધ કરી બેઠી હોવ છું.

    ફિલ્મ જોતા સમયે આંખો પર હાથ મૂકી દે છે દિશા પટની

    તાજેતરમાં જ સિદ્ધાર્થ કન્નન સાથેના એક ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે દિશાને પૂછવામાં આવ્યું હતું કે, ‘એવી ધારણા છે કે દિશા પટની પરફેક્ટ છે. એ પછી વાત લુક્સની હોય કે બીજી કોઈ વસ્તુની .તમે તમારી જાતને જુઓ છો ત્યારે તમને શું લાગે છે?’દિશાએ કહ્યું, ‘મને મારી જાતને સ્ક્રીન પર જોવી જરાપણ પસંદ નથી. જ્યારે પણ હું મારી ફિલ્મો જોઉં છું, ત્યારે અડધો સમય હું આંખો બંધ કરી બેઠી હોવ છું.

    ડિરેકટર મોહિત સૂરી દિગ્દર્શિત ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ 29 જુલાઇએ રિલીઝ થવાની છે, જેમાં દિશાની સાથે જ્હૉન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયા પણ જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થયેલી હિટ ફિલ્મ ‘એક વિલન’ની સિક્વલ છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ લીડ રોલમાં હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Disha patani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन