એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની (Disha Patani Instagarm) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. તે તેની બિકિની અને વર્કઆઉટની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં તેનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે બીચ પર ફરતી નજર આવે છે. આ વીડિયો સામે આવતા જ ફેન્સ તેની સુંદરતાનાં વખાણ કરી રહ્યાં છે.
આ વીડિયોમાં જોઇ શકાય છે કે દિશા પટની (Disha Patani Beach Look) બીચ પર બનેલી એક રેસ્ટોરન્ટ એરિયામાં ફરતી નજર આવે છએ. તે તેની જુલ્ફો સાથે રમી રહી છે. અને અંતે તે રેમ્પ વોક કરતી નજર આવે છે. તેણે લાલ રંગની બિકિની અને ફ્લોરલ પ્રિન્ટ વાળું શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. આ વીડિયોનાં બેકગ્રાઉન્ડમાં અમેરિકન રેપર ડોઝા કેનટનું સોન્ગ 'વૂમન' વાગતું નજર આવે છે.
દિશા પટની (Disha Patani Video)એ આ વીડિયો શેર કરતાં લખ્યું છે, 'મિસિંગ' લખ્યું છે. આ સાથે જ બીચ અને ફૂલ વાળા ઇમોજી પણ કેપ્શનમાં શામેલ છે. દિશાનો આ વીડિયો માલદીવ વેકેશનનો છે. જે સંભવત: ટાઇગર શ્રોફે રેકોર્ડ કર્યો છે. આપને જણાવી દઇએ કે, થોડા સમય પહેલાં દિશા રુમર્ડ બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની સાથે જ માલદીવ વેકેશન પર ગઇ હતી. તે હવે આ વેકેશનને ખુબજ મિસ કરી રહી છે. અને તેનાં વીડિયો પણ શેર કરી રહી છે.
દિશા પટનીનો આ વીડિયો પોસ્ટ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલાં તેનાં મિત્રોએ કમેન્ટ કરી છે. વર્દા ખાન નાડિયાવાલાએ ફાયર ઇમોજી કમેન્ટમાં મુકી છે. તો શેફ કેલ્વિન ચિઉંગે લખ્યું છે, 'હવે ફરીથી રિચાર્જ થવાનો ટાઇમ આવી ગયો છે.' ફિલ્મ મેકર અહમદ કાનની પત્ની શાયરા ખાને કમેન્ટમાં ફાયર ઇમોજીની સાથે 'હોટી' લખ્યું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, દિશા છેલ્લે ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ'માં સલમાન ખાનની સાથે નજર આવી હતી. જે બાદ તે 'એક વિલન રિટર્ન્સ'માં જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર અને તારા સુતરિયાની સાથે નજર આવશે. આ ફિલ્મની શૂટિંગ શરૂ થઇ ગઇ છે. ફિલ્મને મોહિત સૂરી ડિરેક્ટ કરી રહ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર