Disha Patani Backless : દિશા પટનીના બોલ્ડ લુકના લાખો લોકો દિવાના છે. એક્ટ્રેસ અવારનવાર પોતાના દિલકશ અંદાજથી લોકોને દિવાના બનાવે છે. તેવામાં હવે દિશાએ બેકલેસ ડ્રેસમાં પોઝ આપીને તેના ફેન્સની ઊંઘ ઉડાવી દીધી છે. દિશા પટનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તે બેકલેસ જોવા મળી રહી છે. હસીનાએ તેના લુકથી તો તહેલકો મચાવ્યો જ છે સાથે, દિશાની અદાઓ પણ એકદમ કાતિલ હતી.
દિશાએ બતાવ્યો બોલ્ડ અંદાજ
બેરલેસ થઇને દિશાએ પહેલા પણ હોટ અને સિઝલિંગ અવતાર બતાવ્યો છે. પણ આ વખતે જાણે હસીનાએ જાણે કે તહેલકો જ મચાવી દીધો છે. દિશા બેકલેસ ડ્રેસમાં સ્ટાઇલિશ પોઝ આપી રહી છે અને તેની ખૂબસૂરતીનો જાદુ પણ ચલાવી રહી છે.
દિશાના આ અંદાજ પર ફેન્સ ફિદા થઇ ગયા છે. જો યુઝર્સ તેના સેક્સી લુકના વખાણ કરતાં થાકતા નથી, તો તેના કર્વી ફિગર પર ફિદા પણ થઇ ગયા છે. પરંતુ કેટલાક એવા પણ હતા જેમને દિશાનો આ અંદાજ પસંદ નથી આવ્યો.
રવિવારે રાત્રે દિશા પટની કિયારા-સિદ્ધાર્થના વેડિંગ રિસેપ્શનમાં જોવા મળી હતી. જ્યાં દિશા એકદમ હટકે અંદાજમાં પહોંચી હતી. જ્યારે બાકીની એક્ટ્રેસીસ સાડીઓ, ડિઝાઇનર લહેંગા અને સૂટમાં આવી હતી, ત્યારે દિશાએ એવો થાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો કે જોનારા બસ જોતા જ રહી ગયા હતા. આ એકદમ રિવીલિંગ આઉટફિટમાં દિશાએ સ્ટાઇલિશ પોઝ આપ્યા હતા.
જોકે, પાર્ટીમાંથી બહાર આવ્યા બાદ દિશા બીજી પાર્ટીમાં જવા રવાના થઈ હતી, તે પણ અલગ અંદાજમાં. એટલે કે એક જ રાત્રે દિશાએ પોતાનો આઉટફિટ ચેન્જ કર્યો અને બે અલગ-અલગ પાર્ટી એન્જોય કરી. જો કે, આ દિવસોમાં દિશા તેની લિપ સર્જરીને કારણે પણ ઘણી ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે લિપ સર્જરી કરાવી છે, જેના કારણે તેનો લુક ઘણો બદલાયેલો લાગી રહ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર