Home /News /entertainment /VIDEO: દિશા પટણી ફરી એકવાર થઇ બોલ્ડ, બ્લેક આઉટફિટમાં આપ્યાં એવા એવા પોઝ કે ચૂકી જશો ધબકારો
VIDEO: દિશા પટણી ફરી એકવાર થઇ બોલ્ડ, બ્લેક આઉટફિટમાં આપ્યાં એવા એવા પોઝ કે ચૂકી જશો ધબકારો
દિશા પટણીએ શેર કર્યો હોટ વીડિયો
દિશા પટણીએ પોતાની એક્ટિંગ કરતા પોતાની બોલ્ડ અદાઓથી લોકો પર જાદુ ચલાવ્યો છે. અવારનવાર નવા નવા લુક્સમાં જોવા મળતી દિશાએ ફરી એકવાર પોતાના સિઝલિંગ ફોટોશૂટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
દિશા પટણી (Disha Patani) ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવી ચુકી છે, પરંતુ તેની એક્ટિંગને જોઇએ તેવી સફળતા નથી મળી. જેટલી તેને અને તેના ફેન્સને આશા હતી. જો કે તેમ છતાં દિશાની લાઇમલાઇટમાં કોઇ ફરક નથી પડ્યો.
તે પોતાની ફિલ્મો કરતાં વધુ લવ લાઇફ, ફિટનેસ, ડાન્સિંગ સ્ટાઇલ અને હોટ ફોટોશૂટના કારણે ખૂબ ચર્ચામાં રહી છે. હવે ફરી એકવાર દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાના સિઝલિંગ ફોટોશૂટનો એક વીડિયો પોસ્ટ કર્યો છે.
લેટેસ્ટ વીડિયોમાં દિશા બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. તેણે અહીં સિક્વન્સ્ડ બ્રાલેટ ટોપ અને થાઈ હાઈ સ્લિટ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. એક્ટ્રેસે તેની સાથે નેટ ગ્લોવ્ઝ પહેર્યા છે.
તેણે તેની સાથે મેચિંગ બ્લેક બૂટ પહેર્યા છે. એક્ટ્રેસે વ્હાઇટ હેંગિંગ ઇયરરિંગ્સ અને હાથમાં સ્લીક ડાયમંડ બ્રેસલેટ પહેર્યું છે. આ લુકમાં દિશા ખૂબ જ હોટ અને ગોર્જીયસ લાગી રહી છે.
ખૂબ જ હોટ લાગી રહી છે દિશા પટણી
દિશાએ આ લુક સાથે ન્યૂડ મેકઅપ કર્યો છે અને સ્મોકી આઈઝ છે. આ સાથે, તેણે મેસી હેર ટચ સાથે તેના હેર ઓપન રાખ્યા છે. થોડી જ વારમાં એક્ટ્રેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. તે જ સમયે, મિનિટોમાં જ તેના પર લાખો લાઇક્સ આવી ગયા છે. તેના વખાણ કરતા ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તે જ સમયે, ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે પણ તેને હોટ ગણાવીને કોમેન્ટ કરી છે.
દિશા પટણી પાસે પાઇપલાઇનાં છે ઘણી ફિલ્મો
નોંધપાત્ર વાત એ છે કે દિશા પટણી પાસે હાલમાં ઘણી ફિલ્મો કતારમાં છે. તે ટૂંક સમયમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ 'યોદ્ધા'માં જોવા મળશે. આ પછી તે દીપિકા પાદુકોણ અને સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'પ્રોજેક્ટ કે'માં પણ જોવા મળશે. તે જ સમયે, એક્ટ્રેસ એક તમિલ ફિલ્મમાં પણ જોવા મળશે.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર