Home /News /entertainment /

દિશા પટણી એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી, આ રીતે નસીબે તેને હિરોઈન બનાવી દીધી

દિશા પટણી એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી, આ રીતે નસીબે તેને હિરોઈન બનાવી દીધી

દિશા પટનીએ ક્યારેય અભિનેત્રી બનવાનું સપનું જોયું ન હતું

દિશા પટાની (Disha Patani) એ 2016માં આવેલી ફિલ્મ 'MS Dhoni: The Untold Story'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો

    દિશા પટાની (Disha Patani) એ 2016માં આવેલી ફિલ્મ 'MS Dhoni: The Untold Story'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતો. બાય ધ વે, દિશા પટણીએ વર્ષ 2015માં જ એક્ટિંગની દુનિયામાં પોતાનું પગલું ભર્યું હતું. દિશાએ તેની એક્ટિંગ કરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ 'લોફર'થી કરી હતી. આ ફિલ્મમાં તેની જોડી એક્ટર વરુણ તેજ સાથે હતી. ખૂબ જ ઓછા સમયમાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ સ્થાન બનાવી લીધું છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, દિશાએ ક્યારેય અભિનેત્રી બનવાનું વિચાર્યું ન હતું.

    અભિનેત્રી બનવાનું ક્યારેય સપનું નહોતું

    બજાર ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં દિશા પટનીએ કહ્યું કે, તેણે ક્યારેય અભિનેત્રી બનવાનું સપનું જોયું ન હતું. તેણે કહ્યું, 'હું હંમેશાથી એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી. આ માટે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી. લખનૌમાં અભ્યાસ કરતી વખતે મારા એક મિત્રએ એક મોડેલિંગ સ્પર્ધા વિશે જણાવ્યું. આ હરીફાઈના વિજેતાને મુંબઈ લઈ જવામાં આવશે અને કોણ નથી ઈચ્છતું કે, તે મુંબઈ જાય. મેં તેમાં ભાગ લીધો અને વિજેતા બની. મુંબઈમાં જ એક એજન્સીએ મોડલિંગની ઓફર કરી હતી. આ સમય દરમિયાન ન્યૂનતમ હાજરીને કારણે હું કૉલેજની પરીક્ષામાં બેસી શકી ન હતી, તેથી મેં રેમ્પ પર ચાલવાનું નક્કી કર્યું. આ કામ કરી હું મારા માટે પૈસા કમાઈ રહી હતી. હું મારા પરિવાર પર નિર્ભર ન હતી.

    દિશા બાળપણમાં ખૂબ જ શરમાળ હતી

    દિશા પટાનીએ આ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, 'બાળપણમાં મારા બહુ ઓછા મિત્રો હતા કારણ કે હું ખૂબ જ શરમાળ હતી. હું કોઈની સાથે વાત કરવામાં પણ શરમાતી હતી. આજે પણ હું એવી જ છું પણ હવે મને ઘણો આત્મવિશ્વાસ છે. લોકોને આ વાત પર ઓછો વિશ્વાસ થશે કારણ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તમારે મુક્તપણે જીવવું પડે છે. મને લાગે છે કે, હું એક સામાન્ય છોકરી જેવી જ છું.

    ઘણી હિટ ફિલ્મોનો હિસ્સો રહી ચૂકી અભિનેત્રી

    દિશાની ફિલ્મોની વાત કરીએ તો તેણે અત્યાર સુધી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તે 'બાગી 2', 'ભારત', 'મલંગ' અને 'કુંગ ફૂ યોગા' જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતવામાં સફળ રહી છે. તેની છેલ્લી રિલીઝ 'રાધેઃ ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ' હતી. આ ફિલ્મમાં તે સલમાન ખાનની હિરોઈન બની હતી.

    આ પણ વાંચોPriya prakash varrierથી લઈને Kriti સુધી, 2021માં આ 6 અભિનેત્રીઓની ચમકી કિસ્મત

    દિશા પટણીની આવનારી ફિલ્મો

    આ સમયે દિશા પટાની પાસે ઘણી મોટી ફિલ્મો છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ 'યોધા'માં કામ કરી રહી છે. આ સાથે દિશા જ્હોન અબ્રાહમ અને અર્જુન કપૂર સાથે ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મના નિર્દેશક મોહિત સૂરી છે. તો, ભૂષણ કુમાર અને એકતા કપૂર ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Disha patani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन