Home /News /entertainment /પેન્ટ સરકાવીને મિરર સેલ્ફી લીધા બાદ દીશાએ હવે નવો વેશ કાઢ્યો! ફોટો જોઇને ફેન્સને પરસેવો વળી ગયો
પેન્ટ સરકાવીને મિરર સેલ્ફી લીધા બાદ દીશાએ હવે નવો વેશ કાઢ્યો! ફોટો જોઇને ફેન્સને પરસેવો વળી ગયો
દિશાએ અપનાવી સોશિયલ મીડિયા ગેમ
Disha Patani: દિશા પટનીએ બોલીવુડમાં ભલે કંઇ ખાસ કમાલ ન કરી બતાવી હોય પરંતુ સોશિયલ મીડિયા પર પોતાની એકથી એક બોલ્ડ તસવીર શેર કરીને તે લોકોના દિલો પર રાજ કરે છે.
Disha Patani Crossed Limits Of Boldness: દિશા પટની ક્યારેક પોતાના રિલેશનશિપના કારણે તો ક્યારેક પોતાના બ્રેકઅપના કારણે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચી લે છે. ફિલ્મો માટે તેને ઘણી ઓછી લાઇમલાઇટ મળે છે. આ જ કારણ છે કે ચર્ચામાં રહેવા માટે દિશા પટની (Disha Patani) બોલ્ડ ફોટોઝનો સહારો લે છે.
તેણે તાજેતરમાં જ પેન્ટ સરકાવીને બોલ્ડ મિરર સેલ્ફી પોસ્ટ કરી હતી જેણે ઇન્ટરનેટ પર આગ લગાવી હતી. હવે તેણે એક અલગ જ અવતારમાં ફોટો શેર કર્યો છે.
દિશા પટની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ખરેખર એક્ટ્રેસની સોશિયલ મીડિયા ગેમ ખૂબ જ જબરદસ્ત છે. તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 55.6 મિલિયન લોકો દિશા પટનીને ફોલો કરે છે. તેની પાછળનું કારણ દિશાની એકથી એક બોલ્ડ તસવીરો અને વીડિયોઝ છે. પહેલા તમે પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલી દિશાની આ તસવીર જરૂર જુઓ...
આ ફોટોમાં દિશાએ પોતાના ફુલ સ્લીવ્સ સ્વેટરને એ રીતે ઉતારીને ફોટો ક્લિક કરાવ્યો છે કે લોકોનો પરસેવો છૂટવા લાગ્યો છે. ઘણા લોકો (Social Media Users) દિશાનો આ હોટ ફોટો જોયા બાદ ક્રેઝી થઇ રહ્યા છે. શોર્ટ હેર અને શોર્ડ ડ્રેસ સાથે દિશાનો આ ફોટો લોકોએ ખૂબ પસંદ કર્યો છે. બોલીવુડ એક્ટ્રેસનો આ અંદાલ લોકોને પસંદ આવ્યો છે ત્યાં કેટલાક લોકોએ દિશાને તેના કપડાના કારણે ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.
ઝડપથી વાયરલ થઇ રહ્યો છે ફોટો
એક કલાક પહેલા શેર કરેલો દિશાનો આ ફોટો અત્યાર સુધીમાં હજારો લોકોએ લાઇક કર્યો છે. તેવામાં કેટલાક લોકોએ હાર્ટ ઇમોજી પણ સેન્ડ કર્યા છે. કેટલાકે ફાયર વાળા ઇમોજી પોસ્ટ કર્યા છે. કેટલાક લોકો દિશાને ટાઇગર શ્રોફ વિશે પૂછવા લાગ્યા તો કેટલાક લોકોએ તેને નવા રૂમર્ડ બોયફ્રેન્ડ એલેક્સનો પણ ઉલ્લેખ કર્યો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર