Home /News /entertainment /

Video: દિશા પટણીએ પ્રિયા પ્રકાશની સ્ટાઇલ કરી કોપી, મારી આંખ

Video: દિશા પટણીએ પ્રિયા પ્રકાશની સ્ટાઇલ કરી કોપી, મારી આંખ

માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશે પોતાની ફિલ્મ 'અરૂ અદાર લવ'ના એક ગીતમાં એવા એક્સપ્રેશન આપ્યાં કે લોકો એક જ નજરમાં તેના દિવાના થઇ ગયા

માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશે પોતાની ફિલ્મ 'અરૂ અદાર લવ'ના એક ગીતમાં એવા એક્સપ્રેશન આપ્યાં કે લોકો એક જ નજરમાં તેના દિવાના થઇ ગયા હતા.

    માત્ર 18 વર્ષની પ્રિયા પ્રકાશે પોતાની ફિલ્મ 'અરૂ અદાર લવ'ના એક ગીતમાં એવા એક્સપ્રેશન આપ્યાં કે લોકો એક જ નજરમાં તેના દિવાના થઇ ગયા. આખુ ભારત તેમની અદાઓનું કામણ થયુ હતું. હવે આવું જ કંઇ ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટણીએ કર્યું છે.

    કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર પ્રિયા પ્રકાશ વારિયરનો આંખ મારતો એક વિડીયો વાયરલ થયો હતો. પ્રિયાનો આ વિડીયો એટલો વાયરલ થયો કે લોકોએ તેના મીમ્સ બનાવવાનું ચાલુ કરી દીધું. હવે ‘બાગી-2’ ફિલ્મની અભિનેત્રી દિશા પટની પ્રિયા પ્રકાશની નકલ કરતી જોવા મળી રહી છે. દિશાએ પ્રિયા પ્રકાશ જેવું જ ગેટઅપ, હેરસ્ટાઇલ કરી છે અને તેના જેમ જ આંખ મારી રહી છે.








    View this post on Instagram





    #ChillKaro with NESCAFE Cold Coffee... @nescafeindia #NescafeColdcoffee


    A post shared by disha patani (paatni) (@dishapatani) on






    સોશિયલ મીડિયા પર આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે દિશાનો આ વિડીયો એક એડનો છે. આ વિડીયોમાં દિશા પ્રિયા પ્રકાશની જેમ આંખ મારતી જોવા મળી રહી છે. જેમ આંખ મારવાનાં વિડીયોએ પ્રિયા પ્રકાશને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી તેમ જ આ આંખ મારવાના દિશાના વીડિયોને પણ લોકો ઘણો પસંદ કરી રહ્યાં છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Disha patani

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन