Home /News /entertainment /6 વર્ષ ડેટિંગ કર્યા પછી ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ, વર્ષ પહેલાં સંબંધમાં આવી હતી ખટાશ

6 વર્ષ ડેટિંગ કર્યા પછી ટાઈગર શ્રોફ અને દિશા પટનીનું બ્રેકઅપ, વર્ષ પહેલાં સંબંધમાં આવી હતી ખટાશ

દિશા-ટાઈગરનું બ્રેકઅપ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું.

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ અને દિશા પટની 6 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા, પરંતુ હવે બંને અલગ થઈ ગયા છે. કપલ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર, બંનેનું બ્રેકઅપ આ વર્ષની શરૂઆતમાં થઈ ગયું હતું. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી રહ્યા છે. ટાઈગર અને દિશાએ ક્યારે પણ ઓફિશિયલી પોતાના સંબંધોને એક્સેપ્ટ નથી કર્યા પરંતુ બંને હંમેશાં એક સાથે જોવા મળતા હતા.

ટાઈગર અને દિશા હવે સાથે નથી

સૂત્રોના અનુસાર, ટાઈગર અને દિશા હવે સાથે નથી. બંનેની વચ્ચે શું થયું એ તો સ્પષ્ટ નથી પરંતુ બંને હવે સિંગલ છે. રિપોર્ટ્સ પ્રમાણે, બંનેના સંબંધોમાં છેલ્લા 1 વર્ષથી તકરાર ચાલી રહી હતી. જો કે, થોડા દિવસ પહેલા જ તેમને આ સંબંધોને અંત લાવવાનો નિર્ણય કર્યો.

આ બ્રેકઅપથી ટાઈગરને કોઈ ફરક નથી પડ્યો

ટાઈગરના એક મિત્રએ બ્રેકઅપની પુષ્ટિ કરતા કહ્યું, અમને બધાને આ વિશે થોડા અઠવાડિયા પહેલા જ ખબર પડી. તેને અત્યાર સુધી કોઈને પણ આ વિશે વાત નથી કરી. અત્યારે ટાઈગર પોતાના કામ પર ધ્યાન આપી રહ્યો છે અને લંડનમાં શૂટિંગ કરી રહ્યો છે. તેને દિશાની સાથે બ્રેકઅપથી કોઈ ફરક નથી પડ્યો. તે પહેલાની જેમ જ પોતાનું કામ કરી રહ્યો છે.

ટાઈગર અને દિશાના અપકમિંગ પ્રોજેક્ટ

દિશા અપકમિંગ ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'માં જોવા મળશે, તેમજ ટાઈગરની અપકમિંગ ફિલ્મની વાત કરીએ તો તે 'ગણપત' અને 'બાગી-4' માં જોવા મળશે. દિશા છેલ્લે 'રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' માં જોવા મળી હતી. તેમજ ટાઈગર 'હિરોપંતી 2'માં જોવા મળ્યો હતો.
First published:

Tags: Break up, Disha patani, Tiger Shroff

विज्ञापन