Home /News /entertainment /Happy Birthday Mahesh Bhatt: એક સમયે વિનોદ ખન્નાના સેક્રેટરી હતા મહેશ ભટ્ટ, જાણો રસપ્રદ વાત

Happy Birthday Mahesh Bhatt: એક સમયે વિનોદ ખન્નાના સેક્રેટરી હતા મહેશ ભટ્ટ, જાણો રસપ્રદ વાત

મહેશ ભટ્ટની ફાઈલ તસવીર

Mahesh bhatt Birthday special: મહેશ ભટ્ટનો (mahesh bhatt birthday) જન્મ 20 સપ્ટેમ્બર 1948માં મુંબઈમાં (mumbai) થયો હતો. તેમના પિતાનું (mahesh bhatt father) નામ નાનાભાઈ ભટ્ટ અને માતાનુ નામ (mahesh bhatt mother) શિરીન મોહમ્મદ અલી છે. મહેશ ભટ્ટે પોતાના સ્કૂલનો અભ્યાસ ડોન બોસ્કો હાઈસ્કૂલ માટુંગામાં કર્યો હતો.

વધુ જુઓ ...
Birthday special: બોલિવૂડના (Bollywood) પ્રખ્યાત ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને સ્ક્રીનરાઈટર મહેશ ભટ્ટ (Director, producer and screenwriter Mahesh Bhatt) હિન્દી સિનેમા જગતને શાનદાર અને હિટ ફિલ્મો આપી ચૂક્યા છે. જ્યારે લિંકથી હટીને ફિલ્મો બનાવનાર ફિલ્મકારોમાં પણ એક છે. મહેશ ભટ્ટનો (Mahesh bhatt birthday) જન્મ 20 સપ્ટેમ્બર 1948માં મુંબઈમાં (Mumbai) થયો હતો. તેમના પિતાનું નામ નાનાભાઈ ભટ્ટ અને માતાનુ નામ શિરીન મોહમ્મદ અલી છે. મહેશ ભટ્ટે પોતાના સ્કૂલનો અભ્યાસ ડોન બોસ્કો હાઈસ્કૂલ માટુંગામાં કર્યો હતો.

સ્કૂલ બાદ તેમને પૈસા કમાવવા માટે સમર જોબ્સ શરૂ કરી હતી. મહેશ ભટ્ટે 20 વર્ષની ઉંમરમાં વિજ્ઞાપનોમાં લખવાનું શરૂ કર્યું હતું. જ્યારે મહેશ ભટ્ટ સ્ટ્રગલ કરી રહ્યા હતા ત્યારે મહેશ ભટ્ટ સ્મિતા પાટિલ અને વિનોદ ખન્નાના સેક્રેટરીના રૂપમાં કામ કરતા હતા. ફિલ્મ કબ્જાથી તેમણે પ્રોડ્યૂસર તરીકે કામ કરવાનું શરુ કર્યું હતું.

જ્યારે 26 વર્ષની ઉંમરમાં મહેશ ભટ્ટે નિર્દેશનક તરીકે ફિલ્મ મંજીલે ઓર ભી હૈથી બોલિવૂડમાં પોતાની કરિયરની શરુઆત કરી હતી. ત્યારબાદ તેમણે લહૂ કે દો રંગ, અર્થ, સારાંશ નામ, ડેડી, આશિકી, દિલ હૈ કે માનતા નહીં અને હમ હૈ રાહી પ્યાર કે સહિત અનેક સુપર હિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. એટલું જ નહીં મહેશ ભટ્ટ સ્વાભિમાન, કભી કભી અને નામકરણ જેવી ચર્ચીત ટીવી સીરિયલ્સનું પણ નિર્દેશન કર્યું હતું.

ફિલ્મ ઉપરાંત મહેશ ભટ્ટ પોતાની ખાનગી જિંદગીથી પણ ખુબ જ ચર્ચામાં રહ્યા છે. કોલેજના દિવસોમાં તેમણે લોરિએન બ્રાઈટ નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. લોરિએન બ્રાઈટે બાદમાં નામ બદલીને કિરન ભટ્ટ કરી દીધુંહતું. કિરણ જ પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટની માતા છે. જોકે, આ સંબંધ ત્યારે ટૂત્યો જ્યારે મહેશ ભટ્ટ અને મશહૂર અભિનેત્રી પરવીન બોબી સાથેના અફેરના સમાચાર સામે આવવા લાગ્યા હતા.

આ પણ વાંચોઃ-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો

જ્યારે પરવીન બોબી સાથે તેમના સંબંધ બગડ્યા તો તેમના જીવનમાં સોની રાજદાનની એન્ટ્રી થઈ હતી. સોનીની સાતે અફેયર સમયે મહેશ ભટ્ટ કિરણ સાથે રહેતા હતા. એ સમયે કાયદાકીય રીતે મહેશ અને કિરણ વચ્ચે છૂટાછેડા થયા ન હતા. પરંતુ મહેશે સોની રાજદાન સાથે લગ્ન કરી લીધા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

આ લગ્ન માટે મહેશ ભટ્ટે મુસ્લિમ ધર્મ પણ અંગિકાર કરી લીધો હતો. આ લગ્નથી મહેશ ભટ્ટને બે બાળકો શાહીન ભટ્ટ અને આલિયા ભટ્ટ થયા હતા. આલિયા આજે બોલિવૂડની સુપર હિટ અભિનેત્રીઓ પૈકી એક છે.
First published:

Tags: Birthday Special, Bollywood Celeb, Entertainment Enws, Mahesh bhatt

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો