Home /News /entertainment /Pradeep Sarkar Death: નથી રહ્યા 'પરિણીતા'ના ડિરેક્ટર પ્રદીપ સરકાર, હંસલ મહેતાએ આપી શ્રદ્ધાંજલિ

Pradeep Sarkar Death: નથી રહ્યા 'પરિણીતા'ના ડિરેક્ટર પ્રદીપ સરકાર, હંસલ મહેતાએ આપી શ્રદ્ધાંજલિ

67 વર્ષની વયે થયું નિધન

Pradeep Sarkar Death: સૈફ અલી ખાન અને વિદ્યા બાલન સ્ટારર સુપરહિટ ફિલ્મ 'પરિણીતા'ના ડિરેક્ટર પ્રદીપ સરકાર હાલ આ દુનિયામાં નથી રહ્યા. 24 માર્ચની સવારે ફિલ્મ મેકર હંસલ મહેતાએ ટ્વીટ કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરી છે.

મુંબઈઃ પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક પ્રદીપ સરકાર હવે આ દુનિયામાં નથી. બોલિવૂડ ફિલ્મ મેકર હંસલ મહેતાએ આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે. ટ્વીટર પર પ્રદીપ સરકારની તસવીર શેર કરતા તેણે કહ્યું કે તે હવે આ દુનિયામાં નથી. પ્રદીપ સરકારે દિગ્દર્શક તરીકે બોલિવૂડને 'પરિણીતા', 'હેલિકોપ્ટર ઈલા', 'લગા ચુનરી મેં દાગઃ જર્ની ઑફ અ વુમન', 'લફંગે પરિંદે', 'મર્દાની' જેવી ફિલ્મો આપી છે. આવી સ્થિતિમાં તેમના આકસ્મિક નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રી પણ આઘાતમાં છે. જો કે તેમના મૃત્યુનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પ્રદીપ સરકારે છેલ્લાં કેટલાંક વર્ષોમાં 'નીલ સમંદર' (2019), 'ફોરબિડન લવ' અને 'કેસી પહેલી જીંદગાની', જેવા પ્રોજેક્ટ પર કામ કર્યુ અને જલ્દી જ પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેના એજ ગેપ પર ફિલ્મ લઈને આવવાના હતાં. કતેમની ગણતરી બોલિવૂડના ટોપ ડિરેક્ટર્સમાં થાય છે, પરંતુ તે ફક્ત એક ડિરેક્ટર જ નહીં એક શાનદાર લેખક પણ હતાં. ફિલ્મોમાં આવ્યા પહેલા પ્રદીપ સરકારે વર્ષો સુધી એડવર્ટાઈઝિંગની દુનિયામાં કામ કર્યુ હતું.

આ પણ વાંચોઃ આ રીતે બન્યો ઈમરાન હાશમી સિરીયલ કિસર, દરેક બોલ્ડ સીન પર પત્ની બેગથી ફટકારતી...!



ફિલ્મ મેકર હંસલ મહેતાએ એક ટ્વીટ દ્વારા પ્રદીપ સરકારના નિધનની ખબર શેર કરી છે. તેમણે દિવંગત ડિરેક્ટરની તસવીર શેર કરી અને તેની સાથે કેપ્શનમાં લખ્યુ- 'પ્રદીપ સરકાર, દાદા રેસ્ટ ઈન પીસ.'

આ પણ વાંચોઃ શ્વેતા તિવારીથી લઈને અરબાઝ ખાન સુધી, 8 સ્ટાર્સે પાકિસ્તાની ફિલ્મોમાં કામ કર્યું, ત્રીજું નામ તો ચોકવી દેશે

પ્રદીપ સરકારે ઘણી બોલિવૂડ ફિલ્મોનું નિર્દેશન કર્યુ છે. જણાવી દઈએ કે ઈન્ડસ્ટ્રીમાં તેમણે સીધા ફિલ્મ નિર્દેશક તરીકે પોતાના કરિયરની શરુઆત નહતી કરી. જી હાં, પ્રદીપ સરકારે ડિરેકશનમાં ઝંપલાવ્યુ તે પહેલા તેઓ જાહેરાતો માટે કામ કરતા હતાં.
First published:

Tags: Entertainment news, બોલીવુડ