હિન્દુ-મુસ્લિમ 15 દિવસ ન્યૂઝ ચેનલ જોવાનું છોડી દે તો બંનેમાં પ્રેમ થઈ જશે: અનુભવ સિન્હા

 • Share this:
  લખનઉ: સમાજમાં ફેલાયેલી નફરત, પોતાના દેશને પ્રેમ ના કરવા દેવાની બાબત અને સોશિયલ મીડિયા પર અફવાઓથી હિન્દુસ્તાનના સામાન્ય મુસ્લિમોની અંતારાત્માને સ્પર્શતી ફિલ્મ 'મુલ્ક'ના નિર્દેશક અનુભવ સિન્હાનું માનવું છે કે, હિન્દુ અને મુસલમાનો બંને પોતાના ધર્મ અને દેશને પ્રેમ કરે છે પરંતુ તેમને આને (દેશભક્તિ) સાબિત કરવા માટે મજબૂર કરવા જોઈએ નહી.

  તેમને કહ્યું કે, કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજે એક નઝ્મ લખી હતી, 'અબ કોઈ મજહબ એસા ભી ચલાયા જાયે, જિસમે ઈનસાન કો ઈનસાન બનાયા જાય'

  અનુભવ સિન્હાનું માનવું છે કે, એકપણ ધર્મ ખરાબ નથી, જો એકબીજા પર વિશ્વાસ કરવામાં આવે અને એકબીજાની નિયત પર શક કરવામાં ના આવે તો 70 વર્ષની નફરતને 70 કલાકમાં પ્રેમમાં પરિવર્તિત કરી શકાય છે.

  સિન્હા કહે છે, 'આ દેશમાં ના હિન્દુ દંગા ઈચ્છે છે ના મુસ્લિમો, માત્ર જૂજ માણસો છે જે આ બંનેને ઝગડતા જોવા ઈચ્છે છે કેમ તેમાં તેમનો ફાયદો છે.'

  તે માટે સિન્હા મીડિયા અને સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવતા સલાહ આપે છે કે, જો જનતા ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયાથી સંબંધ તોડી નાંખે તો પ્રેમનો વરસાદ વરસવામાં વધારે વાર લાગશે નહી.

  ત્રણ ઓગસ્ટે રિલીઝ થનાર ફિલ્મ 'મુલ્ક' એક એવા મુસ્લિમ પરિવારની સ્ટોરી છે જેનો એક સભ્ય આતંકવાદમાં સામેલ થઈ જાય છે. બનારસના એક મોહલ્લામાં રહેતો મુસ્લિમ પરિવાર સમાજમાંથી તેમના વિરોધમાં ઉઠેલા સૂર અને નફરતનો સામનો કરવાની જદ્દોજહદમાં પડી જાય છે. પોતાના પર લાગેલ દેશદ્રોહીના દાગને ધોવાના સંઘર્ષની સ્ટોરી છે આ ફિલ્મ.

  https://www.youtube.com/watch?time_continue=60&v=1MjC30zo1KA

  ફિલ્મ 'મુલ્ક'માં ઋષિ કપૂર, તાપસી પન્નુ, આશુતોષ રાણા, રજત કપૂર અને પ્રતીક બબ્બર મુખ્ય ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મનું 80 ટકા શૂટીંગ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના વિવિધ મોહલ્લાઓમાં થયું છે.

  સિન્હાએ હિન્દુઓ અને મુસલમાનો વિશે વાત કરતાં જણાવ્યું, 'હું બનારસનો છું. સમજણો થયો ત્યારથી મુરાદાબાદ, અલ્હાબાદ તો ક્યારેક મેરઠમાં હિન્દુ-મુસ્લિમ રમખાણો વિશે સાંભળતોઆવ્યો છું. આ કોમી રમખાણો હંમેશા મને તકલીફ આપતા હતા. તે પછી હું અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ગયો. ત્યાં હુ લઘુમતીની ભૂમિકામાં આવી ગયો હતો અને જ્યારે પણ આજુબાજુના શહેરોમાં રમખાણો થતા અથવા તણાવની સ્થિતિ ઉદ્દભવતી તો મારા બધા મુસ્લિમ મિત્રો મને સુરક્ષિત રાખવાની કોશિશમાં લાગી જતા હતા. ત્યાં સમજમાં આવ્યું કે, મુસ્લિમોને પણ કોમી રમખાણો પંસદ નથી. એટલે મતલબ તે થયો કે, કોમી રમખાણો એકપણ સમુદાય ઈચ્છતું નથી'

  બંને સમુદાયો વચ્ચે વધી રહેલી ખાણથી પરેશાન સિન્હા કહે છે, 'દુનિયાની બધી જ સમસ્યાઓનો સમાધાન થઈ રહ્યો છે, બર્લિનની દીવાર પાડવામાં આવી રહી છે, ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એક થઈ રહ્યાં છે પરંતુ આપણા મુદ્દાઓનું ઉકેલ થઈ રહ્યું નથી. હું કહું છુ કે, જો હિન્દુ-મુસ્લિમ 15 દિવસ ન્યૂઝ ચેનલ જોવાનું બંધ કરી દે તો બંને એકબીજા સાથે પ્રેમ કરવા લાગશે.'

  સિન્હા કહે છે, 'ધર્મ બળજબરીપૂર્વકની ચીજ નથી. કોઈ મારા માથા પર બંદૂક રાખીને 'જયશ્રી રામ' બોલવાનું કહેશો તો હું બોલીશ નહી. હું હિન્દુ છું આના પર મને ગર્વ છે. રામ મારા અંદર વસેલા છે, પરંતુ હું દેખાડો કરતો નથી. મારી માં મને હરરોજ મંદિર લઈ જતા હતા. આજે પણ હું સવાર-સાંજ પૂજા કરૂ છું. હિન્દુઓ કેમ સાબિત કરે કે તેઓ આ દેશથી અને પોતાના ધર્મથી પ્રેમ કરે છે અને મુસ્લિમો કેમ સાબિ કરે કે તેઓ દેશ પ્રેમી છે.'

  તમને જણાવી દઈએ કે, સિન્હાએ આ પહેલા શાહરૂખ ખાનની ફિલ્મ રા વન, દસ ગુલાબ ગૈંગ, તુમ બિન જેવી ફિલ્મો આપી ચૂકેલ સિન્હા પોતાની આવનાર ફિલ્મમાં ભારતીય રાજનીતિને એક અલગ અંદાજમાં રજૂ કરવા જઈ રહ્યાં છે.
  Published by:Mujahid Tunvar
  First published: