સુશાંતની યાદમાં 3400 પરિવારને જમાડશે આ અભિનેત્રી, કરી ભાવુક પોસ્ટ

સુશાંતની યાદમાં 3400 પરિવારને જમાડશે આ અભિનેત્રી, કરી ભાવુક પોસ્ટ
બોલિવૂડ અને ટેલિવૂડથી જોડાયેલા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

બોલિવૂડ અને ટેલિવૂડથી જોડાયેલા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.

 • Share this:
  મુંબઇ : હંમેશા બધાને હસાવતા દુનિયાને અલવિદા કહીને જતા રહ્યાં છે. પરંતુ હજી લોકોને આ વાત પર વિશ્વાસ થતો નથી કે તે બધાથી દૂર જતા રહ્યાં છે. બોલિવૂડ અને ટેલિવૂડથી જોડાયેલા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. સુશાંત સિંહની (Sushant Singh Rajput) પહેલી ફિલ્મનાં ડાયરેક્ટર અભિષેક કપૂરની (Abhishek Kapoor)પત્ની એક્ટ્રેસ પ્રજ્ઞા કપૂરે (Pragya Kapoor) સોશિયલ મીડિયા (Social Media) દ્વારા તેમની યાદમાં એક સારું કામ કરવાની જાહેરાત કરી છે.

  નામાકિંત ડાયરેક્ટર અભિષેક કપૂરની પત્ની પ્રજ્ઞા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં સુશાંતની એક તસવીર છે. જેમાં જણાવ્યું છે કે, તેમની સંસ્થા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં એક સાથે 3400 પરિવારોને ખાવાનું જમાડશે.


  View this post on Instagram

  We will miss you 💔 #sushantsinghrajput #ishaan #mansoor #kaipoche #kedarnath #abhishekkapoor #eksaathfoundation

  A post shared by Pragya Kapoor 🌿 (@pragyakapoor_) on
  આ પોસ્ટમાં લખ્યું છે કે, લૉકડાઉન તો પુરૂં થઇ ગયું છે. પરંતુ આવક અને નોકરીઓ હજી નથી. એટલે અમે આ કાર્ય કરવાના છે. આ પોસ્ટમાં એક કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે તને બહું જ યાદ કરીશું સુશાંત.'

  આ પણ વાંચો- Video: જ્યારે માતાને યાદ કરીને રડી પડ્યો હતો સુશાંત, અંકિતા લોખંડે એ પ્રેમથી આ રીતે સંભાળ્યો હતો

  તમને જણાવીએ કે, સુશાંતની પહેલી ફિલ્મ 'કાઇ પો છે' ફિલ્મનાં ડાયરેક્ટર છે. આ ફિલ્મ માટે સુશાંતે 12 વખત ઓડિશન આપ્યું હતું. તેમની પહેલી જ ફિલ્મથી લોકોનાં દિલોમાં રાજ કરતા થઇ ગયા હતાં. અભિષેક અને સુશાંત વચ્ચે ઘણી સારી મિત્રતા હતી. આ સંબંધોને જ કારણે અભિષેકની પત્ની પ્રજ્ઞાએ સુશાંત માટે આ ભગીરથ કામ કરવાનું આયોજન કર્યું છે.
  View this post on Instagram

  Shocked. Angry. Devastated. Heartbroken 💔 You will always be special my boy ❤️#sushantsinghrajput


  A post shared by Pragya Kapoor 🌿 (@pragyakapoor_) on


  નોંધનીય છે કે, રવિવારે 14 જૂનનાં રોજ સુશાંતે પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસી લગાવીના આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. અભિનેતા રાજપૂતની આત્મહત્યા સામે અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે તેમજ પરિવારજનોએ પણ આમા ન્યાયિક તપાસની માંગ કરી હતી.

  આ પણ વાંચો- Video : સુશાંતે મીડિયાને કહ્યું હતું કે, 'જો મને ફિલ્મોમાં કામ નહીં મળે તો...'
  Published by:Kaushal Pancholi
  First published:June 17, 2020, 15:11 pm

  ટૉપ ન્યૂઝ