Home /News /entertainment /દિપેશ ભાને મૃત્યુના ત્રણ દિવસ પહેલા પોસ્ટ શેર કરી હતી, જતાં જતાં પણ ફેન્સને હસાવી દીધા

દિપેશ ભાને મૃત્યુના ત્રણ દિવસ પહેલા પોસ્ટ શેર કરી હતી, જતાં જતાં પણ ફેન્સને હસાવી દીધા

દિપેશ ભાનની છેલ્લી પોસ્ટ વાયરલ.

લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર એક શાનદાર એક્ટરે હંમેશાં માટે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફેમિસ સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi Ji Ghar Par Hai) ના મલખાન એટલે કે એક્ટર દીપેશ ભાનના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકની લાગણી છે.

વધુ જુઓ ...
લોકોના ચહેરા પર હાસ્ય લાવનાર એક શાનદાર એક્ટરે હંમેશાં માટે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. ફેમિસ સિરિયલ 'ભાભીજી ઘર પર હૈ' (Bhabi Ji Ghar Par Hai) ના મલખાન એટલે કે એક્ટર દીપેશ ભાનના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકની લાગણી છે. સેલેબ્સથી માંડી ફેન્સ સુધી દીપેશ ભાનને ભીની આંખે યાદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ દીપેશની છેલ્લી પોસ્ટ
દીપેશ પોતાના શો ભાભીજી ઘર પર હૈમાં મલખાનની ભૂમિકા નિભાવી લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. તેમની કોમેડી અને મજાક કરવાની સ્ટાઈલથી લોકો તેમના ફેન હતા. માત્ર શોમાં જ નહીં, દીપેશ પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને હસાવવાની તક નહોતો છોડતો. દીપેશ પોતાના ઈન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ કરી હતી, જેમાં તેઓ પોતાના ખાસ અંદાજથી લોકોને એન્ટરટેઈન કરતા જોવા મળે છે. દીપેશના નિધન પછી હવે તેમની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. દીપેશ ભાને પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ 3 દિવસ પહેલા શેર કરી હતી. તેમની છેલ્લી પોસ્ટ એક લિપ સિંક વીડિયો છે, જેમાં તેઓ ફેન્સને ખાસ જ્ઞાન આપી રહ્યા હતા.




ખાસ છે દીપેશનો છેલ્લો વીડિયો
દીપેશ લિપ સિંક રીલ વીડિયોમાં કહે છે કે- બે મહિલાઓ જો કંઈક ગુપચુપ પીતે વાતો કરી રહી છે તો એ સમજી જવું કે ડેટા ટ્રાન્સફર થઈ રહ્યો છે અને જ્યારે એવું કહે કે જવાદો બહેન આપણે શું લેવાદેવા તો સમજી જવું કે ડેટા સેવ થઈ ગયો છે અને વાયરલ થવા માટે તૈયાર છેદીપેશનો વીડિયો જોઈ એ વાત પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે હવે તે આપણી વચ્ચે નથી રહ્યા. ફેન્સ તેના છેલ્લા વીડિયોને જોઈ ઈમોશનલ થઈ રહ્યા છે.
First published:

Tags: Bhabhiji ghar par hai, Dipesh bhan, મોત

विज्ञापन