Home /News /entertainment /

Dimple Kapadiya Super Hit Films: માત્ર 16 વર્ષની ઉંમરે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરનારી ડીમ્પલ કાપડિયાની સુપરહિટ ફિલ્મો પર એક નજર

Dimple Kapadiya Super Hit Films: માત્ર 16 વર્ષની ઉંમરે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરનારી ડીમ્પલ કાપડિયાની સુપરહિટ ફિલ્મો પર એક નજર

Birthday Special: ડીમ્પલ કાપડિયાની સુપરહિટ ફિલ્મો પર એક નજર

Happy Birthday Dimple Kapadiya: વર્ષ 1973માં ફિલ્મ બોબી (Bobby)થી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. રાજ કપૂરે તેમના પુત્ર ઋષિ કપૂર (Rishi Kapoor) અને ડિમ્પલ કાપડિયાને ફિલ્મ બોબી માટે સાઈન કર્યા. ત્યારબાદ આ બંને બોલીવુડ કલાકાર રાતોરાત સ્ટાર બની ગયા હતા.

વધુ જુઓ ...
    Dimpleબોલીવુડ અભિનેત્રી ડિમ્પલ કાપડિયાનો આજે 65મો જન્મદિવસ છે. ડિમ્પલ કાપડિયા (Dimple Kapadia)એ માત્ર 16 વર્ષની ઉંમરે બોલીવુડમાં પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. તેમણે પોતાની એક્ટીંગથી સાબિત કરી બતાવ્યું હતું કે, ‘ઉંમર માત્ર એક સંખ્યા છે’. વર્ષ 1973માં ફિલ્મ બોબી (Bobby)થી બોલીવુડમાં ડેબ્યું કર્યું હતું. રાજ કપૂરે તેમના પુત્ર ઋષિ કપૂર (Rishi Kapoor) અને ડિમ્પલ કાપડિયાને ફિલ્મ બોબી માટે સાઈન કર્યા. ત્યારબાદ આ બંને બોલીવુડ કલાકાર રાતોરાત સ્ટાર બની ગયા હતા.

    ડિમ્પલ કાપડિયાએ બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો જાદુ પાથર્યો છે. તેમણે 63 વર્ષની ઉંમરે ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ટેનેટ (Tenet)થી હોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. જે લોકો એવું માને છે કે, 60ની ઉંમરે નિવૃત્ત થઈ જવું જોઈએ ડિમ્પલ કાપડિયાએ તે લોકોને પણ ચૂપ કરી દીધા હતા. અહીં તેમની સુપરહિટ ફિલ્મો વિશે જણાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Happy Birthday Dimple Kapadia: ડીમ્પલની બાજુની સીટ ખાલી જોઈને રાજેશ ખન્નાએ પૂછ્યું 'શું હું અહી બેસી શકું?' અને પછી થઈ શરૂ થઈ પ્રેમ કહાની

    બોબી (Bobby)


    ફિલ્મ બોબી આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. રાજ કપૂરે વર્ષ 1973માં બનાવેલ ફિલ્મ બોબીથી ડિમ્પલ કાપડિયા અને ઋષિ કપૂર ખૂબ જ ફેમસ થઈ ગયા હતા. જેમાં ડિમ્પલ કાપડિયાએ એક ઈનોસન્ટ કિશોરીની ભૂમિકા ભજવી છે અને તેને એક અમીર યુવક સાથે પ્રેમ થઈ જાય છે. આ ફિલ્મ માટે ડિમ્પલ કાપડિયાને શાનદાર એક્ટીંગ માટે અભેનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

    રુદાલી (Rudaali)


    કલ્પના લાજમીની વર્ષ 1993માં આવેલી ડ્રામા ફિલ્મના કારણે ડિમ્પલ કાપડિયાને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 1979માં આવેલ શોર્ટ સ્ટોરીના આધાર પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ શોર્ટ સ્ટોરીમાં રાખી ગુલઝાર, રાજ બબ્બર અને રઘુવીર યાદવે મુખ્ય ભૂમિકા ભજવી છે. જેમાં શનિચારી નામના ગામમાં રુદાલી નામની યુવતી પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મ રુદાલીને ડિમ્પલ કાપડિયાની શ્રેષ્ઠ ફિલ્મમાંથી એક ફિલ્મ ગણવામાં આવે છે.

    દિલ ચાહતા હૈ (Dil Chahta Hai)


    વર્ષ 2001માં ફરહાન અખ્તરે બનાવેલ ફિલ્મ દિલ ચાહતા હૈ આજે પણ લોકોને પસંદ આવી રહી છે. ડિમ્પલ કાપડિયાએ આ ફિલ્મમાં સૌથી અલગ ભૂમિકા ભજવી છે. દર્શકોને તેમનો આ અંદાજ ખૂબ જ પસંદ આવ્યો હતો. જેમાં તેમણે એક વૃદ્ધ મહિલા તારાનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમાં સિડ (અક્ષય ખન્ના) નામના યુવકથી દૂર રહેવાથી કોશિશ કરે છે. આ ફિલ્મમાં તેમનું પાત્ર ખૂબ જ ઈમોશનલ હતું.

    ટેનેટ (Tenet)


    ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ટેનેટ ખૂબ જ વિશેષ ફિલ્મ છે. બ્રિટીશ અમેરિકન ફિલ્મ નિર્માતાએ ડિમ્પલ કાપડિયાની એક્ટીંગના ખૂબ જ વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ડિમ્પલ કાપડિયા પોતાની એક્ટીંગથી અન્ય લોકો કરતા અલગ જણાઈ આવે છે. ડિમ્પલ કાપડિયા સિવાય કોઈપણ વ્યક્તિ આ પાત્ર યોગ્ય રીતે ભજવી ન શક્યું હોત.

    આ પણ વાંચો: Photos: નાગાર્જુનની પૂર્વ પુત્રવધૂએ બતાવ્યો તેનો કિલર લુક, જુઓ સમંથા રૂથ પ્રભુની બોલ્ડનેસ

    સાગર (Saagar)


    12 વર્ષના બ્રેક બાદ ડિમ્પલ કાપડિયાએ સાગર ફિલ્મથી કમબેક કર્યું હતું. આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ દર્શાવવામાં આવ્યો છે. કમલ હાસન બાળપણથી જ ડિમ્પલ કાપડિયાને પ્રેમ કરે છે. જ્યારે ઋષિ કપૂર એક અમીર ફેમિલીમાંથી આવે છે અને ડિમ્પલ કાપડિયાના પ્રેમમાં પડી જાય છે. ડિમ્પલ કાપડિયાએ ફિલ્મ સાગરથી કમબેક કરતા દર્શકોને ખૂબ જ ખુશી થઈ રહી હતી અને તેમની એક્ટીંગ પણ ખૂબ જ પસંદ આવી હતી.
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Birthday Special, Dimple kapadia, Entertainment, બોલીવુડ, મનોરંજન

    આગામી સમાચાર