Home /News /entertainment /

Happy Birthday Dimple Kapadia: ડીમ્પલની બાજુની સીટ ખાલી જોઈને રાજેશ ખન્નાએ પૂછ્યું 'શું હું અહી બેસી શકું?' અને પછી થઈ શરૂ થઈ પ્રેમ કહાની

Happy Birthday Dimple Kapadia: ડીમ્પલની બાજુની સીટ ખાલી જોઈને રાજેશ ખન્નાએ પૂછ્યું 'શું હું અહી બેસી શકું?' અને પછી થઈ શરૂ થઈ પ્રેમ કહાની

ડીમ્પલની બાજુની સીટ ખાલી જોઈને રાજેશ ખન્નાએ પૂછ્યું 'શું હું અહી બેસી શકું?' અને પછી થઈ શરૂ થઈ પ્રેમ કહાની

Dimple Kapadiya Birthday: રાજેશ ખન્નાએ (Rajesh Khanna) કહ્યું હતું કે 'જ્યારે મેં આ ટીનએજરને (Dimple Kapadia) એક પાર્ટીમાં જોઈ હતી. તે તેની સુંદરતા અને ગ્રેસ જોઈને હું દંગ રહી ગયો હતો. તે લેડીઝ ગ્રૂપમાં બેઠી હતી, જેવી તે ઊભી થઈ તેની નજર મારા પર પડી અને તેણે જોયું કે તરત જ મારા દિલમાં કંઈક થયું.

વધુ જુઓ ...
  Dimple Kapadia Birth Day: ડીમ્પલ કાપડિયાને બોલિવૂડની સુંદર અને આકર્ષક અભિનેત્રી માનવામાં આવે છે. 8 જૂન, 1957ના રોજ મુંબઈમાં જન્મેલા ડિમ્પલના પિતા ચુનીભાઈ કાપડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા. આ ઓળખને કારણે ડિમ્પલને માત્ર 16 વર્ષમાં તેની પ્રથમ ફિલ્મ મળી. ડિમ્પલ વિશે વધુ ચર્ચા હિન્દી સિનેમાના સુપરસ્ટાર રાજેશ ખન્ના (Rajesh Khanna) ના પ્રેમને કારણે તેની ડેબ્યૂ ફિલ્મ 'બોબી' (Film Bobby) માટે થઈ હતી. ચાલો આજે ડિમ્પલના જન્મદિવસ પર તેના જીવનની સુંદર ક્ષણોની રસપ્રદ વાતો પર એક નજર કરીએ.

  મુંબઈમાં જન્મેલી અને મોટી થયેલી ડિમ્પલ કાપડિયાએ નાની ઉંમરમાં જ અભિનેત્રી બનવાનું સપનું જોવાનું શરૂ કર્યું હતું. જાણીતા પીઢ ફિલ્મ નિર્માતા રાજ કપૂર (Rajkapoor) તેમની ફિલ્મ 'બોબી' (Bobby) માટે અભિનેત્રીની શોધમાં હતા. નવી અને સુંદર અભિનેત્રી માટે ઓડિશન આપતી વખતે, પિતા ચુનીભાઈ કાપડિયાએ પુત્રીની ઉત્સાહ જોઈને પુત્રી ડિમ્પલનો રાજ કપૂર સાથે પરિચય કરાવ્યો.

  આ પણ વાંચો: Photos: નાગાર્જુનની પૂર્વ પુત્રવધૂએ બતાવ્યો તેનો કિલર લુક, જુઓ સમંથા રૂથ પ્રભુની બોલ્ડનેસ

  ડિમ્પલને જોઈને રાજ કપૂરને લાગ્યું કે તેમની શોધ પૂરી થઈ ગઈ છે. આ રીતે ડિમ્પલે ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો. આ ફિલ્મમાં કામ કરતાની સાથે જ દરેક જગ્યાએ ડિમ્પલની ચર્ચા થવા લાગી હતી. તે દિવસોમાં રાજેશ ખન્ના સિનેમા જગત પર રાજ કરતા હતા. જેની પાછળ દુનિયાભરની છોકરીઓ પોતાનો જીવ આપવા તૈયાર હતી.

  ડિમ્પલને જોતાં જ રાજેશ ખન્નાનું હૃદય ધડક્યું


  રાજેશ ખન્ના ડિમ્પલને નાની હતી ત્યારથી ઓળખતા હતા. એક ઈન્ટરવ્યુમાં અભિનેતાએ કહ્યું હતું કે 'જ્યારે મેં આ ટીનએજરને એક પાર્ટીમાં જોઈ હતી. તે તેની સુંદરતા અને ગ્રેસ જોઈને હું અવાચક રહી ગયો. તે લેડીઝ ગ્રૂપમાં બેઠી હતી, જેવી તે ઊભી થઈ કે તરત જ તેની નજર મારા પર પડી અને તેણે જોયું કે તરત જ મારા હૃદયમાં કંઈક થયું. તે ક્ષણે મને ખ્યાલ ન હતો કે મારા જીવનના પ્રેમના અગાઉના તમામ પ્રકરણો હંમેશ માટે બંધ થઈ ગયા છે. થોડા સમય પછી ખબર પડી કે આ કાપડિયાની દીકરી છે જેને હું વર્ષોથી ઓળખું છું. રાજેશ સાથે ડિમ્પલની મુલાકાત પણ ખૂબ જ ફિલ્મી છે.

  જીવનની સોનેરી યાત્રાનો પાયો પ્લેનની સફરમાં જ નખાયો હતો


  ફિલ્મ કલાકારોને સન્માન આપવાની પરંપરા હંમેશા રહી છે. ગુજરાતના ચિત્રલોક સિને સર્કલ દ્વારા હિન્દી સિનેમાના કલાકારોનું સન્માન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજેશ ખન્નાને પણ એવોર્ડ મળવાનો હતો. એક ચાર્ટર્ડ પ્લેન મુંબઈ (તે સમયે બોમ્બે) થી અમદાવાદ માટે ઘણા સેલેબ્સ સાથે ઉપડ્યું હતું.

  રાજ કપૂરની ફિલ્મ 'બોબી'ની અભિનેત્રી ડિમ્પલ કાપડિયા પણ આ પ્લેનમાં હતી. તે જ રાત્રે અમદાવાદથી બોમ્બે પરત ફરતી વખતે ફ્લાઇટમાં ડિમ્પલની બાજુની સીટ ખાલી હતી. રાજેશે આવીને ડિમ્પલને પૂછ્યું કે હું અહીં બેસી શકું? ડિમ્પલે કહ્યું શ્યોર! રાજેશ બેસી ગયો. આ સફર દરમિયાન બંને વચ્ચે ઘણી વાતો થઈ. કોણ જાણતું હતું કે સિનેમાના પ્રથમ સુપરસ્ટારની આ આસમાની સફરમાં જીવનનો પાયો નાખવામાં આવી રહ્યો હતો.

  આ પણ વાંચો: EXCLUSIVE: રક્ષા શેટ્ટીના જીવનની સૌથી મુશ્કેલ ફિલ્મ છે 777 ચાર્લી, આવી રીતે કર્યું હતું ડોગ સાથે શૂટિંગ

  રાજેશ ખન્ના ડિમ્પલ કાપડિયાને કરતા હતા ખૂબ પ્રેમ


  સુપરસ્ટાર રાજેશ ખન્નાના પ્રેમમાં ડિમ્પલ કાપડિયા એટલી દિવાની થઈ ગઈ હતી કે તેણે નાની ઉંમરમાં જ લગ્ન કરી લીધા. બંનેની ઉંમરમાં 15 વર્ષનું અંતર હતું. તેમને બે દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્ના છે. તમામ ચડાવ-ઉતાર હોવા છતાં, ડિમ્પલ અને રાજેશ ખન્ના ક્યારેય અલગ થયા નથી, છૂટાછેડા લીધા નથી.
  Published by:Rahul Vegda
  First published:

  Tags: Entertainment, બોલીવુડ, મનોરંજન

  આગામી સમાચાર