ડિમ્પલ કાપડિયાની માતાનું 80 વર્ષની ઉંમરે નિધન

News18 Gujarati
Updated: December 1, 2019, 1:18 PM IST
ડિમ્પલ કાપડિયાની માતાનું 80 વર્ષની ઉંમરે નિધન
બેટ્ટી કાપડિયાનું નિધન

બેટ્ટી કાપડિયા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતી.

  • Share this:
ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું આજે વહેલી સવારે 4 વાગ્યે અવસાન થયું હતુ. બેટ્ટી કાપડિયા 80 વર્ષની હતી અને છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતી. બેટ્ટી લાંબા સમયથી બીમાર હતી અને આ કારણે તેને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા તેણીને અક્ષય કુમાર અને પુત્રી નિતારા સાથે મલ્ટીપ્લેક્સની બહાર જોવામાં આવી હતી, ત્યારબાદ તેના અચાનક તબિયત બગડવાના સમાચાર આવ્યા અને તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

ન્યૂઝ એજન્સી એએનઆઈએ ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટીના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલ ખન્ના તેના હાલ ચાલ પૂછવા ઘણી વખત હોસ્પિટલમાં જતા જોવા મળ્યા હતા. બેટ્ટી કાપડિયાના મૃત્યુ પછી પણ અક્ષય-ટ્વિંકલ હિન્દુજા હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા.

ડિમ્પલ કાપડિયાની તબિયત લથડતા અને તેની હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ભૂતકાળમાં ખૂબ વાયરલ થયા હતા. આ અહેવાલોને નકારી કાઢી આ વખતે ડિમ્પલ કાપડિયા પોતે મીડિયાની સામે આવી અને માહિતી આપી કે તેની માતાની તબિયત ખૂબ ખરાબ છે અને તેમને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.
 
View this post on Instagram
 

#AkshayKumar #twinklekhanna #karankapadia at Hinduja hospital. #bettykapadia #rip 🙏


A post shared by Viral Bhayani (@viralbhayani) on

બેટ્ટી કાપડિયાની અંતિમ ક્ષણોમાં તેમની પુત્રી ડિમ્પલ કાપડિયા, નતિન ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર અને કરણ કાપડિયા તેમની સામે હાજર હતા.બેટ્ટી કાપડિયાએ થોડા સમય પહેલા તેમનો 80 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ દિવસે પરિવારના ઘણા સભ્યો એકઠા થયા હતા. આ સાથે જ અક્ષય કુમાર સાથેની તેની ક્યૂટ તસવીર પણ ખૂબ વાયરલ થઈ હતી.
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर