Honsla Rakh: સોશિયલ મીડિયા પર શહનાઝ અને દિલજીત (Shehnaaz Gill and Diljit Dosanjh)નાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે. તેનાં ફેન્સ તેનાં રોલનાં વખાણ કરી રહ્યાં છે. દિલજીત જ્યાં ફિલ્મમાં ખુબજ પસંદ થઇ રહ્યો છે ત્યાં શહનાઝ સરપ્રાઇઝ પેકેજની જેમ નજર આવે છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પંજાબી ફિલ્મો (Punjabi Films)નાં સુપરસ્ટાર એક્ટર અને સિંગર દિલજીત દોસાંજ (Diljit Dosanjh) હાલમાં ચર્ચામાં છે. કાલે એટલે કે 15 ઓક્ટોબરનાં તેની ફિલ્મ 'હોંસલા રખ' (Honsla Rakh) રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં તેની સાથે પહેલી વખત શહનાઝ ગિલ (Shehnaaz Gill) નજર આવી રહી છે. શહનાઝની આ પહેલી ફિલ્મ છે જે તેનાં કથિત બોયફ્રેન્ડ અને દિવંગત એક્ટર સિદ્ધાર્થ શુક્લા (Siddharth Shukla)નાં નિધન બાદ રિલીઝ થઇ છે. ફિલ્મમાં શહનાઝનાં કામનાં ભરપેટ વખાણ થયા છે. ફેન્સ તેને ખુબજ પસંદ પણ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર શહનાઝ અને દિલજીત (Shehnaaz and Diljit) નાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે. તેનાં ફેન્સ તેનાં રોલનાં ભરપેટ વખાણ કરી રહ્યાં છે. દિલજીત જ્યાં ફિલ્મમાં ખુબજ પસંદ થઇ રહ્યો છે. તો શહનાઝ સરપ્રાઇઝ પેકેજ જેવી છે. સિદ્ધાર્થ શુક્લાનાં નિધન બાદ શહનાઝ ઘણી જ તુટી ગઇ હતી. આ કારણે તેનાં ફેન્સ તેનાં સપોર્ટમાં આવ્યાં છે. સિદ્ધાર્થ શુક્લાનાં ગયા બાદ આ તેની પહેલી ફિલ્મ છે. જેમાં તેનાં કામનાં દર્શકો દિલ ખોલીને વખાણ કરી રહ્યાં છે. શહનાઝની એન્ટ્રી પર આખો હોળ તાળીઓનાં ગળગળાટથી અને સીટીઓ વગાડવા લાગ્યો છે. શહનાઝનાં ફેન્સ તેનાં સોશિયલ મીડિયા પર કહ્યું કે, આ તેનો દિવસ છે અને જ્યારે સિદ્ધાર્થ તેને બીજી દુનિયામાંથી જોશે તો તેનાં પર ગર્વ અનુભવ કરશે.
ફિલ્મની રિલીઝનાં દિવસે જ્યાં શહનાઝનાં ફેન્સે તેનું મનોબળ વધાર્યું તો દિલજીત દોસાંજે પણ તેનાં પાર્ટનર શહનાઝને મોટીવેટ કર્યો. તેણે કહ્યું કે, ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શહનાઝ અને તેનો એક ફોટો શેર કર્યો છે. અને લખ્યું છે, 'આપ ખુબજ સ્ટ્રોન્ગ મહિલા છો. હમેશાં આમ જ રહેજે..' હાલમાં જ બોલિવૂડ હંગામા સાથે વાત કરતાં દિલજીતે શહનાઝનાં ખુબજ વખાણ કર્યાં હતાં. દિલજીતે કહ્યું કે, 'શહનાઝે ફિલ્મ માટે ઘણી મેહનત કરી છે. કારણ કે, તેમણે ફિલ્મમાં તેમનાં કિરદાર માટે ઘણાં લેયર્સ છે. અમને યાદ છે કે, જ્યારે અમે તેમને કાસ્ટ કરવાનું વિચારતા હતાં ત્યારે ઘણાં લોકોએ ડાઉટ કર્યો હતો કે શું તે આ રોલ સારી રીતે અદા કરી શકશે. તેમની મેહનતને ઓડિયન્સ જોશે તો તેમનાં વખાણ કરશે. ફિલ્મમાં તેની કોમેડી, ડ્રામા અને ઇમોશન્સ જોવા મળશે. સોશિયલ મીડિયા પર લોકોનાં રિવ્યૂ જોઇ લાગે છે કે, દિલજીતની વાત સાચી ઠરી રહી છે.'