Home /News /entertainment /Diljit Dosanjh Birthday Special : એકથી એક લક્ઝરી કારનો માલિક છે દિલજીત દોસાંજ, નેટવર્થ જાણીને રહી જશો દંગ

Diljit Dosanjh Birthday Special : એકથી એક લક્ઝરી કારનો માલિક છે દિલજીત દોસાંજ, નેટવર્થ જાણીને રહી જશો દંગ

પોતાના દેશી સ્વેગથી દિલજીત દોસાંજ લાખો લોકોના દિલો પર રાજ કરે છે

Diljit Dosanjh Birthday:પંજાબી સિંગર દિલજીત દોસાંજ 6 જાન્યુઆરી એટલે કે આજે પોતાનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. આ ખાસ દિવસે અમે તમને દિલજીત દોસાંજની નેટવર્થ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.

    Diljit Dosanjh Income: પંજાબી સિંગર્સ અને એક્ટર દિલજીત દોસાંજ (Diljit Dosanjh) 6 જાન્યુઆરીએ પોતાનો 39મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે. દિલજીત દોસાંજે ઘણા ઓછા સમયમાં પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને હિંન્દુ સિનેમા સુધી પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે.

    એટલું જ નહીં પરંતુ પોતાના દેશી સ્વેગથી દિલજીત દોસાંજ લાખો લોકોના દિલો પર રાજ કરે છે. આ વચ્ચે દિલજીતના બર્થ ડે પર અમે તમને તેની નેટવર્થ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ.




    આ પણ વાંચો :  PHOTOS : અપ્સરા જેવી સુંદર છે વિરાટ કોહલીની ભાભી, ગ્લેમરમાં અનુષ્કાને પણ આપે છે ટક્કર

    આટલા કરોડની સંપત્તિનો માલિક છે દિલજીત દોસાંજ


    દિલજીત દોસાંજનું નામ પંજાબની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ટૉપ કલાકારોમાં સામેલ છે. આ ઉપરાંત પંજાબી ઇન્ડસ્ટ્રીના સૌથી ધનાઢ્ય સુપરસ્ટાર્સની ચર્ચા કરવામાં આવે તો તેમાં પણ દિલજીત સૌથી આગળ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર દિલજીત દોસાંજની ટોટલ નેટવર્થ આશરે 20 મિલિયન અમેરિકન ડોલર કરતાં વધારે છે. જે ભારતીય રૂપિયા પ્રમાણે આશરે 140થી 150 કરોડની આસપાસ થાય છે.




    આ ઉપરાંત દિલજીત દોસાંજ પાસે મર્સિડીઝ અને બીએમડબલ્યુ જેવી ઘણી લક્ઝરી કારનું શાનદાર કલેક્શન છે. જેમાં મર્સિડીઝ બેંઝ-જી63 છે. જેની કિંમત આશરે 2.45 કરોડ છે. આ સાથે જ 67 લાખથી બીએમડબલ્યૂની 520ડી, 1.91 કરોડની પોર્શ કાયેન જેવી તમામ લક્ઝરી કાર સામેલ છે. જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ ઉપરાંત મુંબઇ અને લંડનમાં પણ દિલજીત દોસાંજનું કરોડોની કિંમતનું આલિશાન ઘર છે.




    આ પણ વાંચો :  શોકિંગ! રણવીર-દીપિકા લઇ રહ્યાં છે ડિવોર્સ? ફેન્સનું ધ્યાન ભટકાવવા કરી રહ્યાં છે આવો દેખાડો

    દિલજીત દોસાંજની વાર્ષિક કમાણી છે આટલી


    દિલજીત દોસાંજ (Diljit Dosanjh) ફિલ્મોની સાથે સાથે મ્યુઝિક કોન્સર્ટ દ્વારા પણ તગડી કમાણી કરે છે. દિલજીત દોસાંજની વાર્ષિક આવકની વાત કરીએ તો રિપોર્ટ અનુસાર દિલજીત દોસાંજ એક વર્ષમાં 12 કરોડ કરતાં વધુની કમાણી કરે છે.



    જ્યારે એક મહિનામાં દિલજીત દોસાંજ આશરે 80 લાખથી વધુનું કમાણી કરે છે. બોલીવુડમાં દિલજીતે ગુડ ન્યૂઝ, સૂરમા અને ઉડતા પંજાબ જેવી ફિલ્મોમાં કમાલનું કામ કર્યુ છે.
    Published by:Bansari Gohel
    First published:

    Tags: Bollywood Latest News, Diljit dosanjh, Playback Singer, Punjabi singer

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन