દિલીપ કુમારનાં નાના ભાઇનું કોરોનાને કારણે નિધન, 12 દિવસમાં બે ભાઇ ગુમાવ્યાં

ફાઇલ તસવીર

12 દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.

 • Share this:
  મુંબઈ : બોલિવૂડનાં (Bollywood) એક્ટર દિલીપ કુમારનાં (Dilip Kumar) નાના ભાઇનું કોરોના વાયરસનાં સંક્રમણને (Coronvirus) કારણે મૃત્યું નિપજ્યું છે. દિલિપ કુમારના ભાઇ એહસાન ખાનનું (Ehsaan Khan) બુધવારે (2 સપ્ટેમ્બર) રાત્રે 11 વાગ્યે નિધન થયું હતું. તેઓને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં (Lilavati hospital) સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. અહેસાન ખાન 90 વર્ષનાં હતા.

  એહસાન ખાનની કોવિડની સાથે હ્રદય રોગ, હાઇ બ્લડ પ્રેશર અને અલ્ઝાઇમરની બીમારીઓની પણ સારવાર ચાલી રહી હતી. 12 દિવસમાં આ પરિવારમાં બે ભાઇના નિધનથી તમામ લોકો ઘેરા શોકની લાગણી અનુભવી રહ્યા છે.  ગત 21 ઓગસ્ટના રોજ દિલિપ કુમારના નાના ભાઇ અસલમ ખાનનું પણ કોરોનાની સારવાર દરમિયાન મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં નિધન થયું હતું. આમ 15 દિવસમાં દિલિપ કુમારના બે ભાઇઓના મૃત્યું થતાં તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. એહસાન ખાન અને અસલમ ખાનને ગત 15 ઓગસ્ટે સાથે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લીલાવતી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં.

  આ પણ જુઓ - 

  એહસાન ખાન અને અસલમ ખાનને શ્વાસમાં તકલીફની ફરિયાદ હતી. જે બાદ ડોક્ટરે હૉસ્પિટલમાં દાખલ થવાની સલાહ આપી હતી. બંન્નેને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. બંન્ને ભાઇઓની સારવાર પ્રખ્યાત ડૉક્ટર જલીલ પારકર કરી રહ્યા હતા.

  આ પણ વાંચો - Photos : હવે સોનૂ સુદે એક એથલીટનું સપનું કર્યું પૂરું, જાણીતા ડૉક્ટરથી કરાવી સારવાર
  Published by:Kaushal Pancholi
  First published: