દિલીપ કુમારના નાના ભાઇ અસલમનું 88 વર્ષે કોરોનાને કારણે નિધન

દીલિપ કુમાર તેમનાં ભાઇઓ અને પરિવાર સાથે (ફાઇલ ફોટો)

ગુરુવારે સવારે અસલમ ખાનને શ્વાસોશ્વાસની તકલીફ વધી ગઇ હતી. અને તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેઓ શનિવારથી લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવાંમાં આવ્યા હતાં.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: દિલીપ કુમારનાં નાના ભઆઇ અસલમ ખાનનું ગુરૂવારે જ નિધન થઇ ગયુ છે. તેઓ 88 વર્ષનાં હતાં. તેમને શ્વાસની તકલીફ થતાં શનિવારે રાત્રે મુંબઇની લિલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. અસલમને ડાયાબિટીસ, હાયપર ટેન્શન અને હાર્ટની તકલીફો પણ હતી.  તો દિલીપ કુમારનાં બીજા ભાઇ અહેસાન ખાનની તબિયત પમ નાજૂક છે અને તેઓ હોસ્પિટલમાં દાખલ છે. તેઓ પણ કોરોના પોઝિટિવ છે. આપને જણાવી દઇએ કે, બંને ભાઇઓ અસલમ અને અહેસાનને શનિવારે રાત્રે શ્વાસની તકલીફ થઇ હતી અને બંનેને મુંબઇની લિલાવતી હોસ્પિટમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બંનેને ઓક્સિજન સ્પોર્ટ હેઠળ રાખવામાં આવ્યાં હતાં. હવે અસલમનું નિધન થઇ ગયુ છે.

  આ પણ વાંચો- Confirm: રિયાએ જ સુશાંતને છોડ્યો હતો, મહેશ ભટ્ટ અને રિયાની WhatsApp Chat Viral

  આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારની ઉંમર 97 વર્ષ છે. જ્યારે તેમનાં અહેસાનની ઉંમર 90 વર્ષ છે અને સૌથી નાના ભાઇ અસલમની ઉંમર 88 વર્ષ હતી. બંને ભાઇઓ અહેસાન અને અસલમની ટ્રિટમેન્ટ કાર્ડિયોલોજિસ્ટ નિતિન ગોખલે અને ડોક્ટર જલિલ પાર્કર દ્વારા થઇ રહી હતી. જોકે તેમની ઉંમર અને બીમારીઓને કારણે તેમની રિકવરી ઘણી જ ધીમી હતી. આજે સવારે જ ભાઇ અસલમને શ્વાસ લેવાની તકલીફ વધી ગઇ હતી અને તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતાં.
  Published by:Margi Pandya
  First published: