એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar)ને એક મહિનાની અંદર ગત મંગળવારે બીજી વખત મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મંગળવારે તેમને સમસ્યા થઇ હતી. તો પરિવારનાં સભ્યોએ તેમને હોસ્પિટલમાં દાખલ કરાવ્યાં હતાં. મીડિયા રિપો્રટ્સ મુજબ, હવે તેમની તબીયત સ્થિર છે. તો દિલીપ કુમારનાં મિત્ર ફૈઝલ ફારુકીએ એક્ટરનાં ટ્વિટર અકાઉન્ટથી એક ટ્વિટ કરતાં લખ્યું છે કે, 'દિલીપ સાબને મેડિકલ ઇશ્યૂને કારણે હિન્દુજા હોસ્પિટલ, ખારમાં દાખલ કરવામાં આવ્યાં છે જે 98 વર્ષની ઉંમરમાં થતી તકલીફો છે. આપનાં પ્રેમ અને પ્રાર્થના વાસ્તવમાં સરાહવવામાં આવે છે.' ફારુકની આ ટ્વિટથી તે પણ પ્રતિત થાય છે કે, દિલીપ કુમારની તબિયાત પહેલાં કરતાં ઠિક છે.
હોસ્પિટલ સૂત્રો અનુસાર, 98 વર્ષિય એક્ટરને ઉપનગર ખાર સ્થિત હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અને હવે તેમની તબિયત સારી છે. આ હોસ્પિટલ કોવિડ-19 કેન્દ્ર નતી. હોસ્પિટલ સાથે સંક્ળાયેલાં સૂત્રો મુજબ, 'PTI- ભાષા' દ્વારા જણાવવાંમાં આવ્યું છે કે, 'તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. જે બાદ બપોરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમની ઉંમર અને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરાવવાને કારણે પરિવારે સાવધાનીનાં ભાગ રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તે ICUમાં દાખલ છે. જેથી તેમની તેમનું સંપૂર્ણ ધ્યાન રાખી શકાય.'
દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફને કારણે છ જૂનનાં રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં તે સમયે તેમનાં ફેફસાની બહાર તરલ પદાર્થ એકત્ર થયો હતો જેને ડોક્ટરની દેખરેખ હેઠળ દૂર કરવામાં આવ્યો હતો. અને પાંચ દિવસ બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.
" isDesktop="true" id="1109949" >
આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય અંગે તેમની પત્ની અને બોલિવૂડ અદાકારા સાયરા બાનો ફેન્સને અપડેટ આપતાં રહે છે. આ પહેલાં જ્યારે એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને તેમને ડિસ્ટાર્જ કરવામાં આવ્યાની માહિતી પણ શેર કરવામાં આવી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર