દિલીપ કુમારને નથી જણાવવામાં આવ્યા બે ભાઇઓનાં નિધનનાં સમાચાર, સાયરા બાનોએ જણાવ્યું સત્ય

દિલીપ કુમાર તેમનાં બે ભાઇઓ સાથે અસલમ અને એહસાન (File Photo)

દિલીપ કુમાર (Dilip Kumar)નાં ભાઇ અસલમ ખાન અને એહસાન બંનેનું કોરોનાને કારણે નિધન થઇ ગયુ હતું. એક અઠવાડિયામાં બે ભાઇઓનાં મોત થઇ ગયા છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડમાં ટ્રેજડી કિંગનાં નામે પ્રખ્યાત એક્ટર દિલીપ કુમાર (Dilip Kumar)નાં બંને ભાઇઓનું કોરોનાને કારણે મોત થઇ ગયુ છે. સતત બે અઠવાડિાયની અંદર બંને ભાઇઓનાં નિધનથી આખો પરિવાર એક તરફ સદમામાં છે. તો બીજી તરફ અત્યાર સુધી આ વાત દિલીપ કુમારને નથી જણાવવામાં આવી. સાયરા બાનોએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ દુખદ અને પરેશાન કરનારાં સમાચાર દિલીપ સાહબને જણાવવામાં આવ્યાં નથી.

  સાયરા બાનો કહે છે કે, 'આપને સત્ય જણાવી રહ્યાં છીએ કે, દિલીપ સાહબને અસલમ ભાઇ અને એહસાન ભાઇનાં નિધન અંગે ખબર નથી કવામાં આવી. અમે સતત પ્રયાસ કરી રહ્યાં છે કે, આ દુખદ સમાચાર તેમનાં સુધી ન પહોંચે. એટલું જ નહીં અમે તેમને અમિતાભ બચ્ચનનાં કોરોના પોઝિટિવ હોવાનાં સમાચાર નહોતા જણાવ્યાં. તેમણે અમિતાભનાં હોસ્પિટલમાં દાખલ હોવાની ખબર પણ નહોતી જણાવી.'

  સાયરા કહે છે કે, 'બંને ભાઇઓને આ રીતે ગુમાવવા અમારા માટે ભયાવહ છે. મે મારી એક નજીકની મિત્રને થોડા દિવસ પહેલાં કોવિડ-19ને કારણે ગુમાવી છે. તે માત્ર 51 વર્ષની હતી. ખુદા ખરેખરમાં આપણે કોઇને કોઇ વાતની સજા આપી રહ્યું છે. આખા જીવનકાળમાં અમે આવું ભયાનક માહોલ નથી જોયો. હાલમાં અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે, તે અમને માફ કરી દે અને આ બીમારી માંથી ઉગારી લે.'

  ઉલ્લેખનીય છે કે, દિલીપ કુમારનાં ભાઇ અસલમ ખાન અને એહસાન બંને જ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ હતાં. બંનેને શ્વાસ લેવાની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગત 12 ઓગસ્ટનાં 88 વર્ષિય અસલમ ખાનનું નિધન થઇ ગયુ જ્યારે 21 ઓગસ્ટનાં રોજ 90 વર્ષનાં એહસાન ખાનનું પણ નિધન થઇ ગયુ હતું.
  Published by:Margi Pandya
  First published: