દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત, શ્વાસ લેવામાં તકલીફ થતા હોસ્પિટલમાં દાખલ

ફાઇલ ફોટો

દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત થતા હાલમાં તેમને મુંબઇની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને છેલ્લાં થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેવું પત્ની સાયરા બાનૂ તરફથી કહેવામાં આવ્યું છે. દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય છેલ્લાં ઘણાં સમયથી ચડઉતર જોવા મળી રહી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:  દિલીપ કુમારની તબિયત નાદુરસ્ત થતા હાલમાં તેમને મુંબઇની પીડી હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને છેલ્લાં થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. તેવું પત્ની સાયરા બાનૂ તરફથી કહેવામાં આવ્યું છે. દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય છેલ્લાં ઘણાં સમયથી ચડઉતર જોવા મળી રહી છે. તેઓ આ પહેલાં મે મહિનામાં તેઓ હોસ્પિટલાઇઝ થયા હતાં.  જોકે તે સમયે તેઓ રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ગયા હતાં. હાલમાં તેઓ 98 વર્ષનાં છે. અને ડોક્ટર જલીલ પારકર તેમનું ઇલાજ કરી રહ્યાં છે.

  પતિ દિલીપ કુમારનાં સ્વાસ્થ્ય અંગે પત્ની અને બોલિવૂડ અદાકારા સાયરા બાનો ફેન્સને અપડેટ આપતી રહે છે. આ પહેલાં જ્યારે એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં અને ડિસચાર્જ કરવામાં આવ્યાં હતાં તેની માહિતી પણ સાયરા બાનોએ જ આપી હતી. ગત વર્ષે જ દિલીપ કુમારનાં બે નાના ભાઇઓ અસલમ ખાનનું 88 વર્ષે અને અહેસાન ખાનનું 90 વર્ષની ઉંમરે કોરોનાથી નિધન થઇ ગયુ હતું. બંને ભાઇઓ તેમનાંથી નાના હતાં. બંને ભાઇઓનાં નિધન બાદ દીલિપ કુમારે તેમનો જન્મ દિવસ ઉજવ્યો ન હતો.  ઉત્તમ અદાકરી માટે 9 વખત સન્માનિત થઇ ચુક્યા છે

  તેમનું અસલી નામ યૂસુફ ખાન છે. પણ ફિલ્મી દુનિયામાં તેો દિલીપ કુમાર નામથી જાણીતા છે. તેમનાં લાંબા ફિલ્મી કરિઅર દરમયિના ઘણી ઉત્તમ ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તેમને આઠ વખત સર્વશ્રેષ્ઠ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે. આ ઉપરાંત હિન્દી સિનેમાનો સૌથી મોટો દાદા સાહેબ ફાલ્કે પુરસ્કારથી પણ તેઓ નવાઝવામાં આવી ચુક્યા છે.
  Published by:Margi Pandya
  First published: