દરરોજ કઈક લૂંટાઈ ગયું હોવાની લાગણી સાથે પડે છે સવાર: દિલીપ કુમારની પ્રથમ પુણ્યતિથી પર News18 સાથે સાયરા બાનોની ખાસ વાત
દરરોજ કઈક લૂંટાઈ ગયું હોવાની લાગણી સાથે પડે છે સવાર: દિલીપ કુમારની પ્રથમ પુણ્યતિથી પર News18 સાથે સાયરા બાનોની ખાસ વાત
દિલીપ કુમારનાં ગયા બાદ સાયરા બાનુએ જણાવ્યું દર્દ
સાયરા બાનુ (Saira Banu)એ તેમના પતિને યાદ કરતા News18ને કહ્યું, “અમે લગભગ 56 વર્ષ સાથે વિતાવ્યા અને અમે પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં અને સમય વિતાવ્યો અને જાણીતા થયા. દરેક વ્યક્તિ જાણે છે કે હું 12 વર્ષની ઉંમરે તેની સાથે પ્રેમમાં પડી હતી
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારની પ્રથમ પુણ્યતિ (Dilip kumar death anniversary)થી નિમિતે તેમના પત્ની સાયરા બાનુએ News18 સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે, દિલીપ કુમાર (Dilip kumar)ના નિધાનને એક વર્ષ વીતી ગયું છે અને હું દરરોજ આગળ વધવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યી છું. હું દરરોજ સવારે તેમણે મને જે સતત ટેકો આપ્યો છે અને મેં જે પ્રાપ્ત કર્યું છે, સાથે જ મારી ચિંતાઓને દૂર કરવાની મને શક્તિ આપી છે તે બધું લૂંટાઈ ગયું હોવાની લાગણી સાથે જ જાગુ છું કે. આ મારા જીવનનું સૌથી મુશ્કેલ વર્ષ રહ્યું છે. દિલીપ કુમાર વિના મારી દુનિયા અર્થહીન અને ખાલી છે. આ એકમાત્ર વાસ્તવિકતા છે, જે હું માનવા માંગતી નથી. એવો કોઈ દિવસ નથી ગયો કે, હું એવા લોકોને મળ્યી નથી જે તેમને યાદ ન કરતા હોય.
સાયરા બાનુ (Saira Banu)એ તેમના પતિને યાદ કરતા News18ને કહ્યું, “અમે લગભગ 56 વર્ષ સાથે વિતાવ્યા અને અમે પતિ-પત્ની તરીકે સાથે રહ્યાં અને સમય વિતાવ્યો અને જાણીતા થયા. દરેક વ્યક્તિ જાણે છે કે હું 12 વર્ષની ઉંમરે તેની સાથે પ્રેમમાં પડી હતી અને તે જ મારા માટે પરફેક્ટ વ્યક્તિ છે તેવા સ્વપ્ન સાથે મોટી થઈ. જ્યારે આ સપનું સાકાર થવાનો સમય આવ્યો ત્યારે હું જાણતી હતી કે હું તેમની એકમાત્ર પ્રશંસક નથી અને મીસેજ દિલીપ કુમાર બનવાની આશા રાખતી મહિલાઓની લાંબી લાઇનમાં હું કૂદી પડી હતી. આજે પણ તેઓ મારી યાદોમાં જીવે છે જે મેં મારા હૃદયમાં એકઠી કરી છે.
તેના જીવનની દુઃખદ ક્ષણોને યાદ કરતાં સાયરા બાનુએ કહ્યું, જ્યારે મારી પ્રિય દાદી શમશાદ બેગમ સાહિબા (હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા) નું નિધન થયું, ત્યારે હું ખૂબ ગમગીન હતી, પરંતુ હું આગળ વધી. તે અમ્માજી હતી - તે દાદી અને માતા બંને હતી. જ્યારે મારી માતા નસીમ બાનોનું અવસાન થયું ત્યારે તેમણે મને અને મારા ભાઈનો ઈંગ્લેન્ડમાં ઉછેર કર્યો. મારી માતા ભારતની પ્રથમ બ્યૂટી ક્વિન, મૂવી સ્ટાર અને બહાદુર સિંગલ પેરેન્ટ હતી.
આ વાતચીત દરમિયાન સાયરા બાનુએ કહ્યું, આ જ રીતે, મારા ભાઈ સુલતાન અહેમદનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. તે યુવાન અને ખૂબ જ પ્રેમાળ વ્યક્તિ હતો. ત્યારે પણ હું ખૂબ દુઃખી થઈ હતી. તેમ છતાં, દિલીપ કુમારના કારણે જ મને આગળ વધવાની હિંમત મળી. મને તેમની સંભાળ અને મજબૂત ભાવનાત્મક ટેકો મળ્યો. મારા જીવનમાં આવેલા અનિવાર્ય અને કઠોર દુ:ખનો સામનો કરવા માટે અને તેમની સામે અડગ થઈ ઉભા રહેવાની, મને સમજાવાની તેમની રીત જ કંઈક અલગ હતી, આ તેમનો પોતાનો એક અંદાજ હતો. મને દિલાસો આપવાની તેમની પોતાની રીત હતી અને તેમણે મને ભારપૂર્વક સમજાવી કે જીવન તો ચાલવાનું છે અને કોઈ અમર નથી.
સાયરા બાનુએ કહ્યું, જ્યારે હું સવારમાં જાગુ છું, ત્યારે પથારીમાં મારી બાજુની ખાલી જગ્યા જોઉં છું ત્યારે મારે એ હકીકત સાથે જીવવું પડે છે કે હવે બધુ બદલી ગયું છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે 56 વર્ષ સુધી યુસુફ મારી સાથે રહ્યાં અને અમે સાથે જીવ્યા.. બધા જાણે છે કે હું 12 વર્ષની ઉંમરે તેમના પ્રેમમાં પડી ગઈ હતી. તે મારા માટે અને મારા તમામ ચાહકો અને સિનેમાના વિદ્યાર્થીઓ માટે જીવંત છે, જેઓ તેમને તેમના માર્ગદર્શક માને છે. તેમણે તેમના કાર્ય દ્વારા આપણા માટે એક અમૂલ્ય વારસો છોડ્યો છે.
દિલીપ કુમારને યાદ કરતાં સાયરા બાનુએ કહ્યું કે, 'મારા જીવનમાં દરરોજ એક પણ ક્ષણ એવી નથી પસાર થતી કે જ્યારે તેમને યાદ કરીને મારી આંખો ભીની ન થતી હોય. જો અમારો સ્ટાફ અથવા ઘરની કોઈ વ્યક્તિ ટીવી ચાલુ કરે અને સ્ક્રીન પર તેમની મૂવી અથવા ગીત વાગતું હોય, તો હું રૂમ છોડીને જતી રહું છું કારણ કે આ સમયે હું મારી લાગણીઓને રોકી શકતી નથી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર