Dilip kumar love story: આ 4 હિરોઈનો સાથે દિલીપ કુમારની લવ સ્ટોરી, બે સાથે તો વાત લગ્ન સુધી પહોંચી હતી

દીલિપ કુમાર ફાઈલ તસવીર

Dilip kumar love story: દિલીપ કુમારની એક્ટિંગની જેટલી ચર્ચા થાય છે, તેટલી જ ચર્ચા તેમની પ્રેમ કથાઓ અંગે પણ થતી હતી. દિલીપ કુમારે પોતાના જીવનમાં ચાર હિરોઈન સાથે પ્રેમ કર્યો હતો. તેમાંથી બે હિરોઈનો સાથેના સંબંધો લગ્ન સુધી પહોંચી ગયા હતા, પરંતુ લગ્ન થઈ શક્યા નહોતા.

  • Share this:
મુંબઈ: બોલીવૂડના (Bollywood) સર્વોત્તમ કલાકાર દિલીપ કુમારનું (dilip kumar) 98 વર્ષની વયે લાંબી બીમારી બાદ નિધન (dilip kumar death) થઈ ગયું છે. દિલીપકુમાર અભિનયની પાઠશાળા હતા. જોકે, દિલીપ કુમારની એક્ટિંગની (Acting) જેટલી ચર્ચા થાય છે, તેટલી જ ચર્ચા તેમની પ્રેમ કથાઓ (love story) અંગે પણ થતી હતી. દિલીપ કુમારે પોતાના જીવનમાં ચાર હિરોઈન સાથે પ્રેમ કર્યો હતો. તેમાંથી બે હિરોઈનો સાથેના સંબંધો લગ્ન સુધી પહોંચી ગયા હતા, પરંતુ લગ્ન થઈ શક્યા નહોતા. એક હિરોઈન સાથે તેમના લગ્ન થયાં પરંતુ તેમના પ્રેમની ચર્ચા ક્યારેય થઈ ન હતી. દિલીપ કુમારના જીવનમાં કામિની કૌશલ, મધુબાલા, વૈજયંતીમાલા અને સાયરા બાનો આવી હતી. તેમની સાથે દિલીપ કુમારના સંબંધો ઉતાર-ચઢાવવાળા રહ્યા હતા.

પ્રથમ પ્રેમ કામિની કૌશલ
કામિની કૌશલ દિલીપકુમારનો પ્રથમ પ્રેમ હતી. શહીદ ફિલ્મમાં સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. કામિની પણ તેમની સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ કુદરતને કઈક બીજું મંજુર હતું. વર્ષ 1946માં નીચા નગર ફિલ્મ માંટ્રીયલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ જીતનાર કામિનીને 1948માં પોતાની બહેનના આકસ્મિક મોત બાદ બનેવી સાથે લગ્ન કરવા પડ્યા હતા.

કામિનીના પરિવાર દ્વારા તેના પર દબાણ લાવવામાં આવ્યું હતું. મૃત્યુ પામનાર મોટી બહેનની બે દીકરીઓ હતી. જેના ઉછેરની જવાબદારી હતી. જેથી કામિનીએ પરિવારના દબાણને વશ થઈ લગ્ન કરવા પડ્યા હતા. તેનો પતિ મુંબઈના બંદરમાં ચીફ એન્જિનિયર હતો.

આ પણ વાંચોઃ-ગજબ કિસ્સો! પતિ શરીર સંબંધ ન બાંધવાનું બંધ કર્યું, પતિનું લફરું પકડવા જતાં મહિલાના જીવનમાં આવ્યો જોરદાર વળાંક

શા માટે ન થઈ શક્યા લગ્ન?
લગ્ન બાદ પણ કામિની દિલીપકુમારને પ્રેમ કરતી હતી. બંને વચ્ચે ફરીથી પ્રેમ પાંગર્યો હોવાના સમાચાર આવવા લાગ્યા હતા. તે સમયે કામિની કૌશલના મોટા ભાઈએ દિલીપકુમારને સંબંધ તોડી નાખવા માટે ધમકી આપી હોવાનું પણ કહેવાય છે. બહેનને પણ ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કામિની અને દિલીપ અલગ થઈ ગયા હતા.

આ પણ વાંચોઃ-સુરતઃ પૂત્રવધૂએ નિર્દયી રીતે વૃદ્ધ સાસુને ફટકારી, કાંતા બહેનની કહાની વાંચીને તમે પણ રડી જશો

કામિની કૌશલનું સાચું નામ ઉમા કશ્યપ હતું. તેમના પિતા બોટનીના પ્રોફેસર હતા. ફિલ્મોમાં આવતાં પહેલાં તેઓ લાહોરના કીન્નયાર્ડ કોલેજમાં અભ્યાસ કરતા હતા અને રેડિયો નાટક ભજવતા હતા. રેડિયો પર નાટકને સાંભળીને જ નિર્માતા ચેતન આનંદે તેમને નીચા નગર ફિલ્મમાં હીરોઈનની ભૂમિકા આપી હતી.

આ પણ વાંચોઃ-રાજકોટઃ ACPના કમાન્ડોની હત્યામાં સામેલ આરોપી અજયરાજ સિંહ જાડેજાનો ભડાકા કરતો video viral

તે સમયે દિલીપ કુમારને ધ્રાસકો લાગ્યો હતો
દિલીપ કુમારે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે, કામિની સાથે તેમના પ્રેમ સંબંધો પર પૂર્ણવિરામ મુકાઈ ગયા બાદ બંને તૂટી ગયા હતા. અમે બંને એકબીજાથી ખુબ ખુશ હતા. અમે બંને ખૂબ સારો સમય સાથે વિતાવ્યો હતો. પરંતુ આ જિંદગી છે. ત્યારબાદ કામિની ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું મારી મૃત બેનને શું મોઢું બતાવત? મારા પતિ સારા માણસ છે. તેમણે આવું કઈ રીતે થઈ ગયું તે સમજ્યું હતું. દરેક વ્યક્તિ પ્રેમમાં પડે છે.

આ પણ વાંચોઃ-જોત જોતામાં મગરને જીવતો જ ગળી ગયો અજગર, video જોઈને ઉડી જશે હોશ

થોડા વર્ષો પહેલા કામિની કૌશલ અને દિલીપ કુમાર એક કાર્યક્રમમાં સામસામે આવી ગયા હતા. જેને યાદ કરીને કામિની કહે છે કે, તેઓ મને ઓળખી પણ ન શક્યા, તે જોઇને મારું હૃદય તૂટી ગયું તેમણે મને બ્લેન્ક લૂક આપ્યો. અસલમાં તેઓ મને ઓળખી શક્યા નહોતા. જે જોઈ હું ઉદાસ થઈ ગઈ હતી.

મધુબાલા સાથે સગાઈ બાદ વાત બગડી
ત્યારબાદ દિલીપકુમારને મધુબાલા સાથે પ્રેમ થયો હતો. વિશ્વભરમાં તેની ચર્ચા થઈ હતી. સાત વર્ષ સુધી બંને વચ્ચે રોમાંસ ચાલ્યો હતો. પરંતુ મધુબાલાના પિતા અને દિલીપકુમાર વચ્ચે ઈગો પ્રોબ્લેમ હતી. મધુબાલા સાથે તો તેમની સગાઇ પણ થઇ ચૂકી હતી. પરંતુ મધુબાલા તેના પિતાને નજર અંદાજ કરી શકતી નહોતી. ત્યારે એક કેસમાં દિલીપ કુમારે અદાલતમાં મધુબાલાના પિતા સામે જુબાની આપી હતી. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધો બગડી ગયા હતા. દિલીપ કુમારે લગ્ન કરી લીધા તો મધુબાલાને શોક લાગ્યો હતો. જ્યારે મધુબાલાનું અકાળે મોત થયું, ત્યારે દિલીપ કુમાર લાંબા સમય સુધી ડીપ્રેશન રહ્યા હોવાના સમાચાર પણ આવ્યા હતા.

ત્યારબાદ જીવનમાં વૈજયંતીમાલાનો પ્રવેશ
દિલીપ કુમારના જીવનમાં આવનાર ત્રીજી મહિલા વૈજયંતી માલા હતી. વૈજયંતી સાથે તેમણે છ ફિલ્મો કરી હતી. બંને સેટ પર સાથે હોય ત્યારે બંનેની કેમેસ્ટ્રી જામતી હતી. આ દરમિયાન બંને વચ્ચે જબરજસ્ત રોમાન્સની ચર્ચાઓ પણ સામે આવી હતી. અલબત્ત, બન્નેએ આ બાબતે સતત નનૈયો ભણી દીધો હતો. વૈજયંતી માલા દિલીપ કુમાર પર ફિદા હતી તેવું પણ કહેવાય છે. કહેવાય છે કે, ફિલ્મો દરમિયાન વૈજયંતી જે સાડીઓ પહેરતી તે પણ દિલીપ કુમાર પસંદ કરતા હતા.

સાયરા ઉંમરમાં 22 વર્ષ નાની હતી
દિલીપકુમાર અને સાયરા બાનુ વચ્ચેના લગ્નના સમાચાર ફિલ્મ જગત માટે આશ્ચર્યજનક હતા. આ બંને વચ્ચેના રોમાન્સની કોઇ ચર્ચા નહતી. આ ઉપરાંત સાયરા ઉંમરમાં પણ દિલીપકુમારથી 22 વર્ષે નાની હતી. સાયરા બાનુ 12 વર્ષની ઉંમરથી દિલીપકુમાર પાછળ પાગલ હતી તેવું પણ કહેવાય છે. મધુબાલા સાથેના સંબંધ તૂટ્યા બાદ દિલીપકુમાર કોઈપણ પ્રકારના સંબંધો બાંધવાથી દુર રહેતા હતા. જ્યારે સાયરા સાથે તેમને પ્રથમ ફિલ્મ કરવાની તક મળી, ત્યારે હિરોઈન માત્ર 22 વર્ષની હોવાથી ના પાડી દીધી હતી. આ ફિલ્મનું નામ 'ઝૂક ગયા આસમાન' હતું. અલબત આ ફિલ્મ દરમિયાન દિલીપ કુમારે સાયરા બાનુંને લગ્ન માટે પ્રપોઝ કરતા સાયરાએ લગ્ન માટે હા પાડી દીધી હતી. જોકે, બંનેને નજીક લાવવામાં સાયરાની માંની ભૂમિકા પણ હોવાનું કહેવાય છે.

દિલીપ કુમારના વધુ એક લગ્ન અને તલાક
હા, દિલીપકુમાર વધુ એક લગ્ન કર્યા હતા. આ લગ્ન 1981માં થયા હતા. આ લગ્ન રહસ્યમય હતા. હૈદરાબાદમાં દિલીપકુમારને સુંદર મહિલા સાથે પ્રેમ થઈ ગયો હતો. થોડા મહિનામાં જ બન્નેએ લગ્ન કરી લીધા અને સાયરા બાનુને દિલીપ કુમારે એકાએક છૂટાછેડા આપી દીધા હતા. જોકે, થોડા સમયમાં દિલીપકુમારને ખ્યાલ આવી ગયો કે તેઓ ખોટા રસ્તા પર ચાલી રહ્યા છે. બે વર્ષમાં લગ્ન તૂટી ગયા અને ત્યારબાદ દિલીપકુમારે ફરીથી સાયરા બાનુ સાથે લગ્ન કરી લીધા હતા.
First published: