Home /News /entertainment /

Dilip Kumar Birthday: 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો

Dilip Kumar Birthday: 'ટ્રેજેડી કિંગ' દિલીપ કુમાર સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો

દિલીપ કુમાર જન્મદિવસ

બોલિવૂડમાં 'ટ્રેજેડી કિંગ' તરીકે જાણીતા દિલીપ કુમાર (Dilip Kumar Birthday) આજે આપણી વચ્ચે નથી. હિન્દી સિનેમા (Hindi Cinema)ના શ્રેષ્ઠ અભિનેતાઓ (Actors)માંના એક દિલીપ કુમાર રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

    મુંબઈ : બોલિવૂડમાં 'ટ્રેજેડી કિંગ' તરીકે જાણીતા દિલીપ કુમાર (Dilip Kumar Birthday) આજે આપણી વચ્ચે નથી. હિન્દી સિનેમા (Hindi Cinema)ના શ્રેષ્ઠ અભિનેતાઓ (Actors)માંના એક દિલીપ કુમાર રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. દિલીપ સાહેબે પોતાના શાનદાર અભિનય (Acting)થી પાંચ દાયકા સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું. 11 ડિસેમ્બર, 1922ના રોજ પેશાવર (હવે પાકિસ્તાનમાં)માં જન્મેલા દિલીપ કુમારનું સાચું નામ મુહમ્મદ યુસુફ ખાન (Mahmmad Yusuf Khan) છે. દિલીપ કુમારનું 7 જુલાઈ, 2021ના રોજ 98 વર્ષની વયે નિધન (Death) થયું હતું.

    દિલીપ કુમારનો પરિવાર વર્ષ 1930માં મુંબઈમાં સ્થાયી થયો

    દિલીપ કુમારનો પરિવાર વર્ષ 1930માં મુંબઈમાં સ્થાયી થયો હતો. દિલીપ કુમારના પિતા ફળ વેચતા હતા, વર્ષ 1940માં પિતા સાથે મતભેદ થતાં તેઓ પુણે આવી ગયા. અહીં દિલીપ કુમાર કેન્ટીનના માલિક તાજ મોહમ્મદને મળ્યા, જેમની મદદથી તેમણે આર્મી ક્લબમાં સેન્ડવીચ સ્ટોલ લગાવ્યો. કેન્ટીનમાંથી મળેલી કમાણી સાથે દિલીપ કુમાર મુંબઈમાં પોતાના પિતા પાસે પાછા આવ્યા અને કામ શોધવા લાગ્યા.

    દિલીપ કુમારે ફિલ્મ 'જ્વાર ભટ્ટા'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી

    સાહેબ બોમ્બે ટોકીઝના માલિક દેવિકા રાનીને મળ્યા. દિલીપ કુમારે ફિલ્મ 'જ્વાર ભટ્ટા'થી ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. દિલીપ સાહેબને 1949માં આવેલી ફિલ્મ 'અંદાઝ'થી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં દિલીપ કુમાર સાથે રાજ કપૂર હતા. આ ફિલ્મ પછી, 'દીદાર' (1951) અને 'દેવદાસ' (1955) જેવી ફિલ્મોમાં તેમની કરુણ ભૂમિકાઓને કારણે તેઓ ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાયા.

    આ પણ વાંચો - RRR, Radheshyam, KGF2 જ નહીં, આ મોટા બજેટની ફિલ્મો પણ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે, પ્રભાસ કરશે ધડાકો

    તેમને 1983માં ફિલ્મ 'શક્તિ', 1968માં 'રામ ઔર શ્યામ', 1965માં 'લીડર', 1961માં 'કોહિનૂર', 1958માં 'નયા દૌર', 1954માં 'દાગ' માટે ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. દિલીપ કુમાર પર ફિલ્માવવામાં આવેલ ગીત 'નૈના જબ લડી હેં તો ભૈયા મન મા કસક હોયબે કરી' આજે પણ લોકોને ખૂબ જ પસંદ આવે છે. દિલીપ કુમારના અંગત જીવન વિશે વાત કરીએ તો, તેમણે 11 ઓક્ટોબર, 1966ના રોજ તેમનાથી 22 વર્ષ નાની અભિનેત્રી સાયરા બાનુ સાથે લગ્ન કર્યા હતા. દિલીપ સાહેબની તબિયત તેમના અંતિમ દિવસોમાં ખૂબ જ ખરાબ રહી હતી. આવી સ્થિતિમાં સાયરા બાનુ તેમની સંભાળ રાખતા હતા. દિલીપ સાહેબે 7 જુલાઈ 2021ના રોજ આ દુનિયાને અલવિદા કહેતા તેમના ચાહકો ઘેર શોકમાં ડૂબ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Birthday Special, Birthday જન્મદિવસ, Celebrities Birthday, Dilip Kumar

    આગામી સમાચાર