દિલીપ કુમારને થયો ન્યૂમોનિયા, ICUમાં અંડર ઓબઝર્વેશનમાં વિતાવશે 3 દિવસ

દિલીપ કુમાર, વરિષ્ઠ એક્ટર

આપને જણાવી દઇએ કે, દિલીપ કુમારના પત્ની સાયરા બાનોએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે.

 • Share this:
  મુંબઇ: વેટરન એક્ટર દિલીપ કુમાર ફરી એક વખત હોસ્પિટલમાં દાખલ તયા છે. હાલમાં તેઓ ન્યૂમોનિયાથી બીમાર છે. અને તેમની હાલતમાં સુધારો નથી આવી રહ્યો. તેથી તેઓ ત્રણ દિવસ સુધી ICUમાં અંડર ઓબઝરવેશનમાં રહેશે. આપને જણાવી દઇએ કે, ઘણાં સમયથી તેમની તબિયત નાદૂરસ્ત છે. અને સતત હોસ્પિટલનાં આંટા મારવાં પડી રહ્યાં છે. તેને લઇને તેમની પત્ની સાયરા બાનો હાલમાં ખુબજ વ્યથિત અને પરેશાન છે.

  આપને જણાવી દઇએ કે, તેમની પત્ની સાયરા બાનોએ ટ્વિટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યું છે કે, દિલીપ કુમારને ન્યૂમોનિયા થયો છે. આપણે સૌ તેમની માટે દુઆ કરીએ કે તે જલદી સાજા થઇ જાય. અમે આપને અન્ય અપડેટ ટ્વિટર દ્વારા આપીશું.  આપને જણાવી દઇએ કે દિલીપ કુમાર હાલમાં 95 વર્ષનાં છે. તેમની ખબર અંતર પુછવા માટે ઇન્ડસ્ટ્રીમાંથી અવાર નવાર લોકો આવે છે. સાયરા બાનો તેમનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. દર સમય તે તેમની પાસે જ રહે છે. હાલમાં દિલીપ સહાબ માટે તેમનાં ફેન્સ દુઆ કરી રહ્યાં છે. અમે પણ આશા રાખીએ કે તેઓ ઝડપથી સ્વસ્થ થઇ જાય.
  Published by:Margi Pandya
  First published: