એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોપ્યુલર ટીવી શો 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashma) આજે પણ દર્શકોને એટલું જ પસંદ છે જેટલો તેનો શરૂનાં દિવસોમાં ચાર્મ હતો. આ શોનાં સૌ કોઇ દિવાના છે. આ શોને લાંબા સમય સુધી ભારતીય ઓડિયન્સનાં ફેમિલી કોમેડીનો ડોઝ આપ્યો છે. શોનાં સૌથી ફેવરેટ કેરેક્ટર જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)ની ફેન પોલોઇંગ ઘણી મોટી છે. બાળકોથી લઇ ઘરડા સુધી જેઠાલાલ અને તેનાં પરિવારને સૌ કોઇ પસંદ કરે છે.
દિલીપ જોશીએ ગત વર્ષ જુલાઇ મહિનામાં જ તેનું ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું હતું. ત્યારથી તે તેની લાઇફ સાથે જોડાયેલી પોસ્ટ શેર કરે છે. દિલીપ જોશીએ એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશી તેનાં ઓન્સ્ક્રીન દીકરા ટપ્પુ પર ગુસ્સો કરતો નજર આવે છે. ઉપરની તસવીર જુના એપિસોડની છે જ્યારે ટપ્પુ નાનો હતો. ત્યારે તે જેઠાલાલ કરતાં કદમાં નાનો હતો પણ હવે ટપ્પપુ જેઠાલાલથી હાઇટમાં મોટો થઇ ગયો છે. ઓનસ્ક્રિન દીકરા ટપ્પુ પર ગુસ્સો કરતો નજર આવે છે. તેમણે નાના ટપ્પુ અને મોટા ટપ્પુની તસવીર શેર મર્જ કરીને શેર કરી છે. આ તસવીર પિતા અને દીકરાનાં સંબંધ દર્શાવે છે. આ ફોટો પોસ્ટ કરતાં દિલીપ જોશીએ લખ્યું છે, 'જે આપ કરશો તો જ આપની પાસે પરત ફરીને આવશે.'
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનાં ઘણાં કિરદાર બદલાઇ ગયા છે. આ ફોટોમાં પણ પહેલાં ટપ્પુનો કિરદાર ભવ્ય ગાંધી અદા કરતો હતો અને હવે રાજ અનડકટ અદા કરે છે. આ શો દેશમાં સૌથી વધુ સમય સુધી ટીવી પર પ્રસારીત થઇ રહ્યો છે. આ શોનો પહેલો એપિસોડ 28 જુલાઇ 2008નાં રિલીઝ થયો હતો.
Published by:Margi Pandya
First published:January 12, 2021, 18:50 pm