દિલીપની પુત્રી ((Dilip Joshi Daughter) નિયતિ જોશી (Neeyati Joshi wedding) આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાની છે. જેઠાલાલ ફુલ મૂડમાં જોવા મળી રહ્યા છે. તે જોરદાર ડાન્સ (jethalaal dance video) કરી રહ્યા છે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TarAK Mehta ka Ooltah Chashma) માં જેઠાલાલ (Jethalal)નું પાત્ર ભજવનાર દિલીપ જોશી (Dilip Joshi) વાસ્તવિક જીવનમાં એકદમ ખુશખુશાલ અને જીવંત વ્યક્તિ છે. દિલીપની પુત્રી ((Dilip Joshi Daughter) નિયતિ જોશી (Neeyati Joshi wedding) આવતીકાલે એટલે કે 11 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાવાની છે. નિયતિની પ્રી-વેડિંગ સેરેમની શરૂ થઈ ગઈ છે. તેની ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો અને વીડિયોમાં જોવા મળે છે. થોડા સમય પહેલા પ્રી-વેડિંગ સેરેમનીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં જેઠાલાલ ફુલ મૂડમાં જોવા મળી રહ્યા છે. તે જોરદાર ડાન્સ (jethalaal dance video) કરી રહ્યા છે.
જેઠાલાલ ડાન્સ વીડિયો (Jethalal Dance Video) ફેન ક્લબે શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, Dilip Joshiએ સિક્વિન બોટલ ગ્રીન કુર્તો પહેર્યો હતો. આ વીડિયોમાં જેઠાલાલ ઢોલ પર નાચતા અને પછી સમારોહમાં ગાતા જોઈ શકાય છે. વિડિયોની શરૂઆતમાં જેઠાલાલ ઢોલ વગાડનાર વ્યક્તિની સામે ઊભા છે અને તેની થાપ પર ઝડપથી ડાન્સ કરી રહ્યા છે. પાછળ ડીજેનું સંગીત વાગી રહ્યું છે. તો લગ્નમાં આવનાર મહેમાનો તેમને ગોળ વર્તુળ બનાવીને ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
જેઠાલાલ ડાન્સની વચ્ચે ગરબા કરતા પણ જોવા મળે છે. તો, કેટલીક મહિલાઓ તેમના બેકગ્રાઉન્ડમાં દાંડિયા કરતી જોવા મળે છે. છેલ્લે, તે સમારોહમાં માઈક પકડીને ગીત ગાતા જોવા મળે છે. તે તેની લય સાથે ભળતો પણ જોવા મળે છે. આ વીડિયોમાં દિલીપ જોશીના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે.
દિલીપ જોશીની દીકરીના લગ્ન 11 ડિસેમ્બરે મુંબઈની તાજ હોટલમાં થશે. તે પોતે જ લગ્નની તૈયારીઓ જોઈ રહ્યા છે. તેમણે અસિત મોદી, દિશા વાકાણી અને શૈલેષ લોઢા સહિત તારક મહેતાની સમગ્ર કાસ્ટને પણ આમંત્રણ આપ્યું છે. દિલીપ જોશી શોબિઝનું જાણીતું નામ છે. સિટકોમ પર અભિનેતાને જેઠાલાલ તરીકે પસંદ કરવામાં આવે છે.
દિલીપ જોષી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સાથે 'કૌન બનેગા કરોડપતિ 13'ના આજની રાતના એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડ ખૂબ જ ધમાકેદાર રહેવાનો છે. મેકર્સે આના ઘણા પ્રોમો રિલીઝ કર્યા છે. જેમાં શોની આખી ટીમ ગેમ્સ રમતી અને અમિતાભ બચ્ચન સાથે જલસા કરતી જોવા મળશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર