'Dil Bechara'નું નવુ ગીત રિલીઝ, સોશિયલ મીડિયામા મચી ગઇ ધમાલ

સુશાંતની છેલ્લી ફિલ્મની ફેન્સ ઘણી રાહ જોઇ રહ્યાં છે.

સુશાંતની છેલ્લી ફિલ્મની ફેન્સ ઘણી રાહ જોઇ રહ્યાં છે.

  • Share this:
    મુંબઈ : બોલિવૂડનાં (Bollywood) પ્રખ્યાત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની (Sushant Singh Rajput) છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું (Dil Bechara) બીજુ ગીત 'તારે ગીન' (Taare Ginn) રીલિઝ થયું છે. સુશાંતની છેલ્લી ફિલ્મની ફેન્સ ઘણી રાહ જોઇ રહ્યાં છે. આ ગીત પણ લોકોને ઘણું જ ગમી રહ્યું છે. આ ફિલ્મનાં પહેલા ગીતને પણ લોકોએ ઘણું જ પસંદ કર્યું હતું. આ ગીતમાં સુશાંત સિંહ રાજપૂત અને સંજના ઘણાં જ રોમાન્ટિક લાગી રહ્યાં છે.

    આ ગીતને રિલીઝ થયાને માત્ર અડધો કલાક થયો છે અને ગીતને 2 લાખથી વધારે વાર જોઇ લેવામા આવ્યું છે. આ પહેલા પણ ટ્રાઇટલ ટ્રેક રિલીઝ થયું હતું જેને પણ લોકોએ ઘણો પ્રેમ આપ્યો હતો. આ ગીતે યૂ ટ્યુહ પર બધા જ રેકોર્ડ તોડી દીધા હતા. આ ગીતને લોકોએ 24 કલાકમાં 1 કરોડ 75 લાખ વારથી વધુ વાર જોવાયુ હતું. ફિલ્મ દિલ બેચારાનું પહેલુ ગીત એટલે કે, ટાઇટલ ટ્રેક એક ડાન્સ નંબર છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતના ડાન્સ મૂવ્ઝ જોવા મળશે. દુનિયાને તેમની યાદમાં મદહોશ કરીને હંમેશા માટે જતા રહેલા સુશાંતના જીવનનું આ છેલ્લુ સોન્ગ છે જે તેમણે શૂટ કર્યું હતું. ગીતમાં તેમનો હસતો ચહેરો હવે હકીકતમાં ક્યારેય જોવા નહી મળે.



    મુકેશ છાબડાએ તારે ગીન ગીત માટે કહ્યું હતું કે, તમે કોઇ લવ સ્ટોરી કોઇણ લવ સોન્ગ વગર બનાવી નથી શકતા. આ ગીતનું પિક્ચરાઇઝેશન પણ ઘણું જ સિમ્પલ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મના ટ્રેલરે યુટ્યુબ પર ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ટ્રેલર જેને 10 કરોડ લાઈક્સથી વધુ મળી છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનાર પહેલું ટ્રેલર બન્યું છે. મુકેશ છાબરાએ સુશાંતની ફિલ્મથી દિગ્દર્શનની શરૂઆત કરી છે ત્યારે સંજના સંઘીએ પણ તેની આ પહેલી ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે. આ ટ્રેલર પર 5 લાખથી વધુ લોકોએ પણ કોમેન્ટ કરી છે.

    Sushant singh Rajput કેસમાં સલમાન ખાન સાથે પૂછપરછ નહીં કરે મુંબઈ પોલીસ

    2 મિનિટ 43 સેકન્ડના આ ટ્રેલરને યુટ્યુબ પર 70 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. લ્યુઇસ ફોન્સિના પિતા યાંકી સ્ટારર ગીત ડેસ્પેસિટો યુટ્યુબ પર સૌથી વધુ પસંદ કરાયેલો વીડિયો છે. જેને અત્યાર સુધીમાં 38 મિલિયનથી વધુ લાઈક્સ મળી છે. ‘દિલ બેચારા’ વાર્તા લેખક જ્હોન ગ્રીનના પ્રખ્યાત નોબલ પર આધારિત હોલિવૂડની ફિલ્મ ‘ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર્સ’ ની રિમેક છે.
    Published by:Kaushal Pancholi
    First published: