Home /News /entertainment /Taarak Mehta Ka Ooltah Chashmah: ફોટોમાં દેખાતી મહિલા TMKOCની છે ફેમસ એક્ટ્રેસ, ઓળખી બતાવો કોણ છે આ એક્ટ્રેસ

Taarak Mehta Ka Ooltah Chashmah: ફોટોમાં દેખાતી મહિલા TMKOCની છે ફેમસ એક્ટ્રેસ, ઓળખી બતાવો કોણ છે આ એક્ટ્રેસ

ફોટોમાં દેખાતી આ એક્ટ્રેસ તારક મહેતાની ફેમસ એક્ટ્રેસ છે.

Tarak Mehta Ka Ooltah Chashmah: કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવી સિરિયલ છે, જે તમામ લોકોને પસંદ છે. આ સિરિયલના કલાકારોએ ઘરે ઘરે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. જે કલાકારો આ સિરિયલમાં કામ કરી રહ્યા છે, તેમને લોકો ઓળખે જ છે.

વધુ જુઓ ...
કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) એક એવી સિરિયલ છે, જે તમામ લોકોને પસંદ છે. આ સિરિયલના કલાકારોએ ઘરે ઘરે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. જે કલાકારો આ સિરિયલમાં કામ કરી રહ્યા છે, તેમને લોકો ઓળખે જ છે. પરંતુ જે કલાકારોએ આ સિરિયલ છોડી દીધી છે તેમને પણ લોકો ઓળખે છે. છેલ્લા 14 વર્ષમાં આ સિરિયલે લોકોના મનમાં એક અલગ છાપ ઊભી કરી છે. જો તમે પણ આ સિરિયલના ફેન છો, તો અહીં અમે તમને જે કલાકારનો ફોટો બતાવીએ તે ફોટો તમારે ઓળખવાનો રહેશે.

તારક મહેતાના કેરેક્ટરે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી


સૌથી વધુ સમય સુધી ચાલનાર સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની કહાનીએ તમામ દર્શકોનું દિલ જીતી લીધું છે. કહાનીની સાથે સાથે તમામ કલાકારોએ દર્શકો પર એક ઉમદા છાપ છોડી છે. લોકો આ સિરિયલના કલાકારોના અસલી નામ પણ ભૂલી ગયા છે.



ફોટામાં રહેલ એક્ટ્રેસને ઓળખો


અહીં જે ફોટો બતાવવામાં આવ્યો છે, તેમાં એક મહિલાએ સલવાર પહેર્યો છે. આ મહિલા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં કામ કરે છે, જે શરૂઆતથી લઈને આજ સુધી આ સિરિયલ સાથે જોડાયેલી છે. જો તમને આ સિરિયલ ખૂબ જ પસંદ છે, તો તમે આ એક્ટ્રેસને જરૂરથી ઓળખતા હશો.

કેવો છે લુક


આ ફોટો કોમલ ભાભીનો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની એક્ટ્રેસ અંબિકા રંજકરનો જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તેમને ઓળખી શકાતા નથી. કોમલ ભાભીનો આ ફોટો કોલેજના સમયનો છે. થોડા સમય પહેલા જ અંબિકા રંજકરે આ ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. ફોટોમાં જોવા મળી રહ્યું છે કે, અંબિકા રંજકરે સલવાર પહેર્યો છે અને માથે દુપટ્ટો ઓઢ્યો છે. ફોટો જોઈને કહી શકાય છે કે, કોલેજના દિવસોમાં કોમલ ભાભી ખૂબ જ પતલા હતા.

કેપ્શનમાં શું લખ્યું


અંબિકા રંજકરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું કે, ‘ફ્લેશબેક, યાદો અને રાહત. જ્યારે હું કોલેજમાં હતી. મીઠિબાઈ કોલેજ સાથે ખૂબ જ યાદો જોડાયેલી છે. મસ્તી, ફ્રેન્ડ્સ, કોલેજ કોમ્પેટીશન, ઓડિશન, રિહર્સલ, વિજેતાના નોટિસ બોર્ડ પર લખેલા નામ, હરિભાઈની કટિંગ ચા, વડાપાંવ, બ્રેડ સંભાર. મને ખુશી છે કે, આજે પણ અમે એકબીજા સાથે જોડાયેલા છીએ અને લાઈફમાં કંઈક સારું કરી રહ્યા છીએ.’
First published:

Tags: Tarak mehta ka ooltah chashmah

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन