સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરવા કેમ મજબૂર થયો? પોલીસે આ 6 લોકોની કરી પૂછપરછ

News18 Gujarati
Updated: June 16, 2020, 10:51 AM IST
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કરવા કેમ મજબૂર થયો? પોલીસે આ 6 લોકોની કરી પૂછપરછ
સુશાંતસિંહની આત્મહત્યાનો કોયડો ઉકેલવામાં મુંબઈ પોલીસને પણ મહેનત કરવી પડી રહી છે

સુશાંતસિંહની આત્મહત્યાનો કોયડો ઉકેલવામાં મુંબઈ પોલીસને પણ મહેનત કરવી પડી રહી છે

  • Share this:
મુંબઈઃ બોલિવૂડના સ્ટાર અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. સોમવારે તેમના અંતિમ સંસ્કાર મુંબઈમાં કરવામાં આવ્યા. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે 34 વર્ષના આ યુવા અને સ્ટાર કલાકાર આત્મહત્યા કેવી રીતે કરી શકે છે. સુશાંતસિંહની આત્મહત્યાનો કોયડો ઉકેલવામાં પોલીસને પણ મહેનત કરવી પડી રહી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે ફાંસો ખાવાથી તેમનું મોત થયું છે, પરંતુ પોલીસ અનેક એવા એન્ગલથી આ આત્મહત્યાની તપાસ કરી રહી છે. સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું સુશાંતને આ હદે મજબૂર થવું પડ્યું કે તેમણે આવું પગલું ભરવું પડ્યું.

6 લોકોના નિવેદન નોંધાયા

પોલીસ આ હાઈ પ્રોફાઇલ કેસની ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. અત્યાર સુધી આ કેસમાં 6 લોકોની પૂછપરછ કરવામાં આવી છે અને આ બધાનું નિવેદન નોંધી લેવામાં આવ્યું છે. જે લોકો સાથે અત્યાર સુધી પૂછપરછ કરવામાં આવી છે તેમાં- સુશાંતસિંહની બહેન, તેમના બે મેનેજર, એક કૂક, તેમના મિત્ર અને એક્ટર મહેશ શેટ્ટી અને ચાવીવાળો. પોલીસના સૂત્ર મુજબ, શેટ્ટી સાથે એટલા માટે પૂછપરછ કરવામાં આવી કારણ કે સુશાંતે છેલ્લો કૉલ તેમને જ કર્યો હતો.

હવે પરિવારના સભ્યો પોલીસને મળશે

જ્યાં સુધી પરિવારના સભ્યોની વાત છે તો હજુ સુધી માત્ર સુશાંતસિંહની બહેને પોતાનો નિવેદન રેકોર્ડ કરાવ્યું છે. તેમના પિતા અને પરિવારના કેટલાક અન્ય લોકો સોમવારે મુંબઈ પહોંચે છે. પોલીસે તેમને પણ પોતાની ફરિયાદ નોંધાવવા માટે કહ્યું છે, પરંતુ પરિવારના સભ્યોએ કાલે પોલીસ સાથે કોઈ વાતચીત નથી કરી. આ બધાએ કહ્યું છે કે તેઓ અંતિમ સંસ્કાર બાદ વાત કરશે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે આ બધા પોલીસની સામે પોતાની વાત રજૂ કરી શકે છે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતના મોતના સમાચાર સાંભળી ઘેરો આઘાત લાગતાં તેમના ભાભીનું નિધન

તપાસના આદેશ

મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)એ આ મામલે કહ્યું કે એક્ટર સુશાંતસિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું છે કે તેમણે આત્મહત્યા કરી હતી. મીડીયા દ્વારા એવી વાત સામે આવી રહી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિઝનેસ રાઇવલરીના કારણે તેમણે આત્મહત્યા કરી છે, તેની પણ તપાસ પોલીસ વિભાગ કરશે.

આ પણ વાંચો, સુશાંતસિંહ રાજપૂતનું કયું રહસ્ય જાણતા હતા શેખર કપૂર? કર્યો આ મોટો ખુલાસો
First published: June 16, 2020, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading