Home /News /entertainment /શું ફિલ્મ 83 માટે પહેલી પસંદ સુશાંતસિંહ રાજપૂત હતો? #Boycott83 થઇ રહ્યું છે ટ્રેન્ડ

શું ફિલ્મ 83 માટે પહેલી પસંદ સુશાંતસિંહ રાજપૂત હતો? #Boycott83 થઇ રહ્યું છે ટ્રેન્ડ

સુશાંતસિંહ રાજપૂત (sushantsingh Rajput)ના ફેન્સ ટ્વિટર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને ફિલ્મ 83ને બોયકોટ (Boycott 83 Trending) કરવાની માંગ કરી રહ્યા

સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (sushantsingh Rajput)ના ફેન્સ ટ્વિટર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને ફિલ્મ 83ને બોયકોટ (Boycott 83 Trending) કરવાની માંગ કરી રહ્યા છે અને ટ્વિટર પર #Boycott83 ટ્રેન્ડ થઇ રહ્યું છે.

રણવીર સિંહ (Ranveer Sigh)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ 83 (Film 83) આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ચૂકી છે. 1983ના વર્લ્ડ કપ મેચમાં ભારતને મળેલી ઐતિહાસિક જીતનો રોમાંચ ફરી દેશમાં છવાઇ જશે. ફિલ્મને કબીર ખાને ડાયરેક્ટ કરી છે. પરંતુ એકતરફ જ્યાં ફિલ્મ રીલીઝ થવાનો ખુશનુમા માહોલ થીએટરોમાં છે, તો બીજી તરફ સોશ્યલ મીડિયા (Social Media Trending) પર એક અલગ જ જંગના માહોલ સાથે ગરમાગરમી છવાઇ છે. સ્વ. અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (sushantsingh Rajput)ના ફેન્સ ટ્વિટર પર પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને ફિલ્મ 83ને બોયકોટ (Boycott 83 Trending) કરવાની માંગ કરી રહ્યા છે અને ટ્વિટર પર #Boycott83 ટ્રેન્ડ થઇ રહ્યું છે.

ટ્વિટર પર અમુક લોકોનો દાવો છે કે, ફિલ્મ 83માં રણવીર સિંહ પહેલા અભિનેતા સુશાંતસિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો. અને આ જ કારણે સુશાંતના ફેન્સ ગુસ્સામાં છે. ફિલ્મની સાથે ફરી નેપોટીઝમનો મુદ્દો પણ ઉછળી રહ્યો છે.

સુશાંતસિંહના અચાનક અવસાન બાદ ફેન્સનો ગુસ્સો બોલીવૂડ પર નીકળ્યો હતો. હાલ ટ્વિટર પર ચાલી રહેલા આ ટ્રેન્ડ પર લોકો શું કહી રહ્યા છે ચાલો નજર કરીએ.

#justiceforssr થઇ રહ્યું છે ટ્રેન્ડ

સુશાંતસિંહ રાજપૂતના ફેન્સ વિવિધ પોસ્ટર અને કમેન્ટ્સ સાથે ફિલ્મ 83ને બોયકોટ કરવાનું કહી રહ્યા છે. એક પોસ્ટરમાં દાવો કર્યો છે કે, SSRને કપિલ દેવનો રોલ ભજવવા માટે પહેલા પસંદ કરવામાં આવ્યો હતો, પણ તે રણવીર સિંહને આપી દેવામાં આવ્યો. આ સાથે જ #boycottBollywood અને #Boycott83 પણ લખેલું છે.

તો અન્ય એક યુઝરનું કહેવું છે કે, બોલીવૂડની એવી કોઇ ફિલ્મ નથી જે સુશાંત ન કરી શકે. અમુક ફેન્સે ફિલ્મ ‘83’ને ‘ધોની- ધ અનટોલ્ડ સ્ટોરી’ સાથે સરખાવી હતી અને કહ્યું હતું કે, રણવીર સિંહની ફિલ્મ 83, એમ.એસ. ધોની – ધ અનટોલ્ડ સ્ટોરીને પાછળ છોડી બોલીવૂડની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બનવા માંગે છે.

આ પણ વાંચો‘83’ Movie: કપિલની બાયોપિક ફિલ્મ 83નું શૂટિંગ ધર્મશાળામાં થયું છે, રણવીર અહીં શીખ્યો 'નટરાજ શોટ'

સુશાંતના ફેન્સનું માનવું છે કે, ડાયરેક્ટર કબીર ખાન સુશાંતને ફિલ્મમાં લેવા માટે માન્યા નહીં. ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ ફિલ્મ માટે જ્યારે પણ મારા મનમાં વિચાર આવતો મને હંમેશા રણવીર સિંહનું નામ મગજમાં આવતું હતું. રણવીર તેની દરેક ફિલ્મમાં એક અલગ પાત્ર તરીકે ખૂબ સારી રીતે કામ કરે છે. વધુમાં તેણે જણાવ્યું કે, રણવીર પર્ફેક્ટ ચોઇસ છે.
First published:

Tags: 1983 World Cup, 83 Moive, Ranveer Singh, Ranveer Singh.83, Sushantsingh rajput

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો