Home /News /entertainment /DID lil Masters 5: અસમનો 9 વર્ષનો નોબોજીત બન્યો વિનર, ટ્રોફી સાથે જીત્યો આટલા લાખ રૂપિયા
DID lil Masters 5: અસમનો 9 વર્ષનો નોબોજીત બન્યો વિનર, ટ્રોફી સાથે જીત્યો આટલા લાખ રૂપિયા
અસમનો 9 વર્ષનો નોબોજીત બન્યો DID lil Masters 5 વિનર
Assam Nine Year Old Nobojit Narzary: ડીઆઈડી લિટલ માસ્ટર્સ સીઝન 5નાં (DID lil Masters 5) વિજેતા નોબોજીત નરઝારીને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી જ તેણે ડાન્સની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. તે પોતાની જીતને લઈને ઘણો ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું- ડીઆઈડી લિટલ માસ્ટર્સ જીતીને હું ખૂબ જ ખુશ છું.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક. આસામના નોબોજીત નરઝારી ( Noboji Narzary) પ્રખ્યાત રિયાલિટી ડાન્સ શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સ સિઝન 5 (DID Li'l Masters Season 5) ના વિજેતા બન્યા. માત્ર 9 વર્ષના નોબોજિતે આટલી નાની ઉંમરમાં આવું અદ્ભુત કામ કર્યું. શોમાં તેના ડાન્સ મૂવ્સ જોવા લાયક હતા. તમને જણાવી દઈએ કે 3 મહિના સુધી ચાલી રહેલા આ શોની ફિનાલે ગઈકાલે રાત્રે થઈ હતી. નોબોજીત, અપ્પન, સાગર, આધ્યાશ્રી અને ઈશિતા ગ્રાન્ડ ફિનાલેમાં ટોપ 5માં પહોંચ્યા હતા. પાંચેય ખેલાડીઓએ ફિનાલેમાં જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેને ટ્રોફી સાથે 5 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું હતું. તે જ સમયે, અપ્પન અને આધ્યાશ્રી પ્રથમ અને દ્વિતીય રનર્સ અપ રહ્યા હતા. તાજેતરમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી જુગ જુગ જિયોની (JugJugg Jeeyo) ટીમ આ શોના અંતિમ તબક્કામાં પહોંચી હતી. વરુણ ધવન (Varun Dhawan), કિયારા અડવાણી (Kiara Advani), અનિલ કપૂર ( Anil Kapoor) અને નીતુ કપૂરે (Neetu Kapoor) ફિનાલેમાં બાળકો સાથે ખૂબ જ મસ્તી કરી હતી. દરેકના પ્રદર્શન બાદ નોબોજીતને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો.
બાળપણથી જ ડાન્સનો શોખીન રહ્યો છે નોબોજીત- ડીઆઈડી લિટલ માસ્ટર્સ સીઝન 5નાં (DID lil Masters 5) વિજેતા નોબોજીત નરઝારીને નાનપણથી જ ડાન્સ કરવાનો શોખ હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી જ તેણે ડાન્સની પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું હતું. તે પોતાની જીતને લઈને ઘણો ઉત્સાહિત દેખાઈ રહ્યો હતો. તેણે કહ્યું- ડીઆઈડી લિટલ માસ્ટર્સ જીતીને હું ખૂબ જ ખુશ છું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું અન્ય સ્પર્ધકો સાથે અહીં પહોંચી શકીશ અને વાસ્તવિક રીતે આ શો જીતી શકીશ. આ બધું એક સ્વપ્ન જેવું છે અને મેં સપનામાં પણ તેની કલ્પના કરી નથી. તેણે કહ્યું- મારી માતા અને ડાન્સ ટીચર મુંબઈમાં મારી સાથે રહ્યા અને મને વિજેતા બનતા જોઈને બંને ખૂબ ખુશ થયા. તેમને ખુશ જોઈને આનંદ થાય છે. પિતા વિશે વાત કરતાં તેણે કહ્યું- પપ્પાએ મને હંમેશા સખત મહેનત કરવાનું અને જીવનમાં આગળ વધવાનું શીખવ્યું.
રિયાલિટી શૉ જીતવાં માટે નોબોજીતે ખુબ મહેનત કરી છે આ શૉનો હિસ્સો બનતા પહેલા તે બે વર્ષથી તેના ડાન્સ ટીચરના ઘરે રહેતો હતો. નોબોજિતે કહ્યું- હું મારી ડાન્સ ટીચર દીપિકા મેડમ સાથે બે વર્ષથી રહેતો હતો. મારા માતા-પિતાએ મને તેમના ઘરમાં રહેવાનો વિચાર આપ્યો કારણ કે મારા ઘરથી તેમના ઘર સુધીની સફર ઘણી દૂર હતી. અમારા માટે દરરોજ તેમનાં ઘરે જવું મુશ્કેલ હતું. તેથી જ હું ત્યાં જ રહેતો હતો. હું મારી માતાને ખૂબ મિસ કરતો હતો કારણ કે હું તેની ખૂબ જ નજીક છું, પરંતુ મેં મારા ડાન્સને આગળ વધારવા માટે આ કર્યું. તમને જણાવી દઈએ કે મૌની રોય, રેમો ડિસોઝા અને સોનાલી બેન્દ્રે આ શોને જજ કર્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર